Aapnu Gujarat
ગુજરાત

નવરંગપુરા ખાતે બહુમાળી પાર્કિંગમાં ચાર માસ પછી વાહન પાર્ક કરાયું નથી

અમદાવાદ શહેરના પશ્ચિમઝોનમા આવેલા નવરંગપુરા બસસ્ટેન્ડ પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમા ગત પહેલી મેના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બહુમાળી પાર્કિંગ શહેરીજનો માટે ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ આ પાર્કિંગમાં ચાર માસ પછી પણ હજુ તાળા લાગેલા છે એટલુ જ નહીં પરંતુ આ સ્થળે ચાર માસથી એકપણ વાહનને પાર્ક કરી શકાયુ નથી.આ અંગેની વિગત એવી છે કે,શહેરના પોશ વિસ્તાર તરીકે ગણવામા આવતા નવરંગપુરા વિસ્તારમા એએમટીએસના બસસ્ટેન્ડ પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં જ્યા અગાઉ તિબેટીયનો શિયાળાની મોસમમા સ્વેટરો વેચતા હતા આ પ્લોટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ બહુમાળી પાર્કિંગ તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્લોટમા કુલ મળીને રૂપિયા ૫૪ કરોડના ખર્ચે ત્રણ માળનુ વિશાળ બહુમાળી પાર્કિંગ તૈયાર કરવામા આવ્યુ છે જેના નીચેના ભાગમા દુકાનો તેમજ ઓફિસ અને ઉપરના બે માળમા ટુ વ્હીલર તેમજ કારના પાર્કિંગની વ્યવસ્થા કરવામા આવી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકપક્ષ દ્વારા ઉતાવળ કરીને આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા પહેલી મેના દિવસને ગુજરાત ગૌરવ દિન તરીકે ઉજવવાનો નિર્ણય કરવામા આવ્યો હોઈ આ પાર્કિંગને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા ૧ લી મે-૨૦૧૭ના રોજ રીબીન કપાવીને કાર્યરત કરાવ્યા બાદ આ પાર્કિંગના મુખ્ય દરવાજે ખંભાતી તાળા મારી દેવામા આવ્યા છે.આ પાર્કિંગને ખુલ્લુ મુકવામા આવ્યાને ચાર માસ ઉપરાંતનો સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી એક પણ ટુ વ્હીલર કે કારને આ પાર્કિંગમા પાર્ક કરવામાં આવ્યા નથી ઉપરથી નજીકમા આવેલા નવરંગપુરાના એએમટીએસના મુખ્ય બસસ્ટોપની જગ્યામા ઘણા બધા લોકો પોતાની કાર પાર્ક કરી રહ્યા છે.ઉપરાંત કેટલાકે તો આ બસસ્ટોપને તેમના રહેઠાણ તરીકે પણ અપનાવી લીધુ છે આમ છતાં પશ્ચિમઝોન એસ્ટેટ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી.દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ પાર્કિંગ બનાવનારા કોન્ટ્રાકટરનુ પેમેન્ટ કરવાનુ બાકી હોઈ હજુ સુધી તેનો ઉપયોગ કરી શકાતો નથી.

Related posts

૨૦ મ્યુનિસિપલ કવાર્ટસના રિડેવલપમેન્ટની તૈયારી શરૂ

aapnugujarat

આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ ઝુબેર ઘડિયાળીનાં ઘરથી મળ્યાં હથિયારો

aapnugujarat

ચુડા PGVCLની ટીમ વાવાઝોડાના અસરગ્રસ્ત ગામો માં ઉમદા કામગીરી કરી પરત ફરી

editor

Leave a Comment

UA-96247877-1