Aapnu Gujarat
ગુજરાત

કાર ચોર ગેંગના સાગરિતોને પીછો કરી પકડી પડાયા : મહેસાણામાં ક્રાઇમબ્રાંચ-આરોપીઓ વચ્ચે ફાયરીંગ

રાજયના અન્ય શહેરોમાં ઘાતક હથિયારો સાથે ફોર વ્હીલર કારની ચોરી કરતી ગેંગને ઝડપી લેવા ગઇકાલે એન્ટી પ્રોપર્ટી ક્રાઇમ સેલ-૩ના સ્ટાફના માણસો અડાલજ ચોકડી પાસે ચોક્કસ બાતમીના આધારે ગુપ્ત વોચમાં હતા એ દરમ્યાન કુખ્યાત મુખ્ય સૂત્રધાર બજનલાલ બિશ્નોઇ અને સાગરિતોને પોલીસે સ્કોર્પીઓ ગાડીમાં આંતર્યા હતા પરંતુ આ બેખોફ આરોપીઓએ પોલીસને પણ જાનથી મારી નાંખવાના ઇરાદાથી તેમની પર ગાડી ચઢાવી દીધી હતી, જેમાં એક પીઆઇ, પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ કર્મચારી ઘાયલ થયા હતા. પરંતુ બીજીબાજુ, પૂરપાટઝડપે ભાગી રહેલા આ આરોપીઓની સ્કોર્પીઓ ગાડીનો પોલીસે અલગ-અલગ ગાડીઓ મારફતે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો ત્યારે કોઇ હિન્દી ફિલ્મમાં પોલીસ અને ગુનેગારો વચ્ચેના પકડદાવના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે છેક મહેસાણાના અમીપુરા ગામ સુધી આરોપીઓનો પીછો કર્યો હતો, જયાં આગળ રસ્તો બંધ થઇ જતાં આરોપીઓને તેમની ગાડી રોકવાની ફરજ પડી હતી પરંતુ તેમછતાં તેમાંથી એક આરોપીએ પોલીસ પર ફાયરીંગ કરી હુમલો કર્યો હતો. જેથી પોલીસે પણ વળતું ફાયરીંગ કરી આરોપીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં એક આરોપી ઘવાયો હતો. હિન્દી ફિલ્મના થ્રીલર જેવી આ સ્ટોરી બાદ અંતે પોલીસે મુખ્ય સૂત્રધાર ભજનલાલ બિશ્નોઇ સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. રાજસ્થાનની સાંચોર ગેંગ અમદાવાદમાં ફોર વ્હીલર કારની ચોરી કરવા આવી રહી છે તેવી બાતમીના આધારે ક્રાઇમબ્રાંચના સ્ટાફ અને કાફલાએ અડાલજ ચોકડી ખાતે ગુપ્ત વોચ ગોઠવી હતી. રાત્રે સ્કોર્પીઓ ગાડીમાં મુખ્ય સૂત્રધાર ભજનલાલ બિશ્નોઇ અને તેના સાગરિતો, નારાયણ ભીયારામ બિશ્નોઇ, પ્રકાસ રામલાલ જાટ, નરેશ રામલાલ અને રૂઘનાથ બિશ્નોઇ ટોલનાકા પાસે આવતાં પોલીસે તરત જ તેમની ગાડીને આંતરી હતી. જો કે, આરોપીઓને પોલીસ હોવાની ખબર પડી જતાં ગાડી અટકાવવાના બદલે પૂરપાટઝડપે ક્રાઇમબ્રાંચના બે કોન્સ્ટેબલ પર ચડાવી દીધી હતી આ વખતે ગાડી રોકવાનો પ્રયાસ કરનાર પીઆઇ પણ ઘવાયા હતા. આરોપીઓ પૂરપાટઝડપે સ્કોર્પીઓ ગાડી મહેસાણા તરફ ભગાવી હતી. જેથી પોલીસે પણ અલગ-અલગ ગાડીઓમાં ટીમો તૈનાત કરી આરોપીઓની ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસે છેક મહેસાણા વોટરપાર્ક વાળા રોડ પાસે અમીપુરા ગામ સુધી આરોપીઓની ગાડીનો પીછો કર્યો હતો, જયાં એક જગ્યાએ રસ્તો બંધ થઇ જતાં આરોપીઓને ગાડી અટકાવવાની ફરજ પડી હતી પરંતુ તેમછતાં તેમાંના એક આરોપીએ પોલીસ પર અચાનક ફાયરીંગ કરી હુમલો બોલી દીધો હતો. પોલીસે પણ વળતા જવાબમાં ફાયરીંગ કરી આરોપીઓને પડકાર ફેંકયો હતો. પોલીસ ફાયરીંગમાં આરોપી નરેશ રામલાલને પગમાં ગોળી વાગી હતી. હિન્દી ફિલ્મના થ્રીલર જેવા જીવ સટોસટના ઓપરેશન બાદ ક્રાઇમબ્રાંચે કાર ચોર ગેંગના આરોપીઓ રૂઘનાથ બિશ્નોઇ, નારાયણ બિશ્નોઇ અને નરેશ રામલાલને ઝડપી લીધા હતા. જયારે મુખ્ય સૂત્રધાર ભજનલાલ બિશ્નોઇ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે આગળના રૂટ સુધી જાણ કરી દેતાં ડિસા-પાલનપુર હાઇવે પરથી મુખ્ય સૂત્રધાર ભજનલાલ બિશ્નોઇને પણ પકડી લેવાયો હતો. આ પ્રકરણમાં અન્ય નાસી છૂટેલા આરોપીઓને પકડવા માટે ક્રાઇમબ્રાંચે અલગ-અલગ ટીમો કાર્યરત કરી દોડાવી છે. જો કે, ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ જીવ સટોસટની બાજી લગાવી સમગ્ર ઓપરેશન પાર પાડયું હતું.

Related posts

અંગારકી સંકષ્ટ ચતુર્થીને લઇ ભકતોનું ઘોડાપુર ઉમટી પડ્યું

aapnugujarat

સુરત દુષ્કર્મમાં બાળકી તેમજ વિધવા માતાના ડીએનએ મેચ

aapnugujarat

રૂપાણી માફી નહી માંગે તો બે સપ્તાહમાં ક્રિમીનલ કેસ દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1