Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય સરકાર ફરી જમીન સર્વની કામગીરી હાથ ધરશે

ગાંધીનગર રાજ્ય સરકારે થયેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ફરીથી જમીન માપણી ક્ષતિ સુધારણાને લઈને એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જણાવી દઈએ કે, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે. ભુપેન્દ્ર સરકાર ૨.૦ બનતા જ અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં જમીન રી-સર્વેની કામગીરી આ બન્ને જીલ્લાઓમાં કરવામાં આવશે.
આ પહેલા જ્યારે રિસર્વે કરવામાં આવેલા હતા, ત્યારે એજન્સીએ કરેલા ડિજિટલ સર્વે ઉપર અનેક સવાલો ઊભા થયા હતા અને ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો, કારણ કે ડિજિટલ રીસર્વેના પરિણામે ખેડૂતો ખેડૂતો વચ્ચે મતભેદ અને મનભેદ ઊભા થયા હતા. તેની પાછળનું મુખ્ય કારણ સેટેલાઈટથી કરવામાં આવેલો સર્વે હતો.
આ ડિજિટલ સર્વેમાં ખેડૂતોના ખેતરની હદ બદલાઈ ગઈ હતી. જોકે હવે રાજ્ય સરકાર જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે. જેમાં ડિજિટલ સર્વે નહીં, પરંતુ ફિઝિકલ સર્વે કરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ અંગે વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનની અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જોકે હવે જોવાનું એ રહેશે કે પહેલા જે સર્વેની કામગીરી કરવામાં આવી હતી, તે પ્રમાણેની ભૂલો આ સર્વેમાં થાય છે કે નહીં અથવા તો જે ભૂલો થઈ છે તેનું નિવારણ આ સર્વેમાં થાય છે કે નહીં.

Related posts

बेहरामपुरा इलाके में चॉल के लोग प्राथमिक सुविधा से वंचित

aapnugujarat

વિમલ ગોલ્ડનો પ્રકાશ મોદી કરોડોનું ફુલેકું ફેરવીને ફરાર

aapnugujarat

કેમ્પ હનુમાન મંદિરના દર્શનનો સમય ફરી પૂર્વવત્‌

aapnugujarat

Leave a Comment

UA-96247877-1