Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં ‘ડ્રાય આઈ’ની બીમારીના કેસ ૬૦% વધ્યા

કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજાે બંધ છે. જેથી વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ધંધા અને ઓફિસો પણ કેટલાક લોકોને બંધ હોવાના કારણે તેઓ પોતાના ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસનો ઉપયોગ કરવા માટે મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમ કરતા લોકો પણ વધારે પ્રમાણમાં મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરે છે અને જેના કારણે એડલ્ટ લોકોમાં ડ્રાય આઈના કેસમાં વધારો થયો છે. અમદાવાદની હોસ્પિટલમાં ડ્રાય આઈ બીમારીના કારણે ઇન્કવાયરીમાં ૬૦ ટકા વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર કોરોનાની મહામારી વચ્ચે ઓનલાઈન એજ્યુકેશનનો ક્રેઝ વધ્યો છે અને જેના કારણે શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકો પોતાના ઘરેથી કામ કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ અને ઘરેથી કામ કરતા લોકોને વધારે પ્રમાણમાં મોબાઈલ કે, લેપટોપનો ઉપયોગ કરવો પડે છે અને આના જ કારણે ડ્રાય આઈના કેસમાં વધારો થયો છે. ડ્રાય આઈની બીમારીમાં આંખો સુકાઈ જાય છે અને પૂરતા પ્રમાણમાં આંસુ બનતા નથી. આ ઉપરાંત તેની ગુણવત્તા પણ યોગ્ય નથી. કોરોનાની મહામારી વચ્ચે મોટાભાગના બાળકો આઉટડોર એક્ટિવિટી કરવાના બદલે મોબાઈલનો વધારે ઉપયોગ કરતા હોવાના કારણે બાળકોમાં પણ આ બિમારી વધી છે. આ ઉપરાંત ૧૮ વર્ષથી ઉપરના લોકોમાં પણ આ બીમારી વધી છે.
એડલ્ટ લોકો કોન્ટેક લેન્સ પહેરે છે, આ ઉપરાંત તેઓ ધૂમ્રપાન કરે છે અને આના કારણે પણ ડ્રાય આઈની બીમારી વધી છે. તો બીજી તરફ માસ્ક બરાબર ન પહેરવામાં આવે અને ઉચ્છ્‌વાસ આંખમાં જાય તો પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાથી ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને ડ્રાય આઈની બીમારીની ફરિયાદ હોય છે. અમદાવાદની સરકારી આંખની હોસ્પિટલમાં એક અઠવાડિયામાં ૧૦ જેટલા બાળકો ડ્રાય આઇની બીમારી સાથે આવ્યા છે. ત્યારે બાળકોને આ બીમારીથી બચાવવા માટે બાળકોનું ખાસ ધ્યાન રાખવું જાેઈએ.
બાળકોને આ બીમારીથી બચાવવા માટે ૨૦ મિનિટ બાળક મોબાઇલની સ્ક્રીન પર જુએ ત્યારે તેની આંખને ૨૦ સેકન્ડની બ્રેક આપવી જાેઈએ. આ ઉપરાંત બાળકને લેપટોપથી ૨૦ ફૂટ દૂર બેસાડવા જાેઈએ અને બની શકે ત્યાં સુધી બાળકોએ મોબાઈલના બદલે મોટી સ્ક્રીનવાળા લેપટોપનો ઉપયોગ કરવો જાેઈએ.

Related posts

હળવદ જુથ અથડામણમાં વધુ એક ઘાયલનું મોત નિપજ્યું : સિવિલમાં બંદોબસ્ત ગોઠવાયો

aapnugujarat

દીવ નગરપાલિકાની ૧૩ બેઠકો પૈકીની ૧૦ પર કોંગ્રેસનો વિજય

aapnugujarat

જામકંડોરણા ખાતે આવેલી શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમા સુરક્ષા સેતુ કાર્યક્રમ

editor

Leave a Comment

UA-96247877-1