Aapnu Gujarat
રમતગમત

આઈસીસીએ એફટીપી ૨૦૨૩-૨૦૩૧ની જાહેરાત કરી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે વિશ્વ કપને લઈને કેટલાક મોટા નિર્ણય લીધા છે. આજે યોજાયેલી આઈસીસી બોર્ડની બેઠકમાં આગામી આઠ વર્ષની એફટીપી એટલે કે ફ્યૂચર ટૂર પ્રોગ્રામની ચર્ચા કરવામાં આવી છે. ૨૦૨૩થી ૨૦૩૧ સુધી આઠ વર્ષના ફ્યૂચર ટૂર પ્રોગ્રામ (એફટીપી) ને લઈને આઈસીસીએ પોતાનો પ્લાન શેર કર્યો છે. તે મુજબ વર્ષ ૨૦૨૭ અને ૨૦૩૧માં રમાનાર ૫૦ ઓવર વિશ્વકપમાં ૧૪ ટીમ ભાગ લેશે.આઈસીસી આગામી આઠ વર્ષમાં ચાર ટી૨૦ વિશ્વકપનું આયોજન કરશે. જે પ્રમામે ૨૦૨૪, ૨૦૨૬, ૨૦૨૮ અને ૨૦૩૦માં રમાનાર ટી૨૦ વિશ્વકપમાં કુલ ૨૦-૨૦ ટીમ ભાગ લેશે. આ સિવાય ૨૦૨૫ થી આઈસીસી ફરી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ કરશે. આગામી આઠ વર્ષમાં ૨૦૨૫ અને ૨૦૨૯માં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે, જેમાં ૮-૮ ટીમ ભાગ લેશે. તો ૨૦૨૫, ૨૦૨૭, ૨૦૨૯ અને ૨૦૩૧માં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમાશે. મંગળવારે આઈસીસીએ બોર્ડ મિનિટમાં આ નિર્ણયની જાણકારી આપી છે.આગામી ૨૦૨૭ અને ૨૦૩૧માં રમાનાર આઈસીસી ૫૦ ઓવર વિશ્વકપમાં કુલ ૧૪ ટીમ ભાગ લેશે, જેમાં ૫૪ મેચ રમાશે. તો આગામી ૨૦૨૪, ૨૦૨૬, ૨૦૨૮ અને ૨૦૩૦માં રમાનાર આઈસીસી ટી૨૦ વિશ્વકપમાં કુલ ૫૫ મેચ રમાશે, જેમાં ૨૦ ટીમ ભાગ લેશે.મહત્વનું છે કે હાલના નિયમ પ્રમાણે ૫૦ ઓવર વિશ્વકપમાં કુલ ૧૦ અને ટી૨૦ વિશ્વકપમાં કુલ ૧૬ ટીમ રમી રહી છે.આગામી ૫૦ ઓવર વિશ્વ કપના ફોર્મેટ પ્રમાણે ૧૪ ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવશે. એક ગ્રુપમાં સાત-સાત ટીમ રહેશે અને તેમાંથી ટોપની ત્રણ ટીમ સુપર સિક્સમાં પ્રવેશ કરશે. તે પ્રમાણે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. આ નિયમ ૨૦૨૭ના વિશ્વકપથી અમલમાં આવશે.આઈસીસીએ આ ફોર્મેટનો ઉપયોગ ૨૦૦૩માં રમાયેલા વિશ્વકપમાં કર્યો હતો. આજ ફોર્મેટ પ્રમાણે હવે ટી૨૦ વિશ્વકપમાં ચાર ટીમોના પાંચ ગ્રુપ બનાવવામાં આવશે. દરેક ગ્રુપની ટોપની બે ટીમો સુપર એઇટમાં પ્રવેશ કરશે. ત્યારબાદ નોકઆઉટ સ્ટેજ એટલે કે સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે.
આઈસીસી ફ્યૂચર ટૂર પ્રોગ્રામ (૨૦૨૩-૨૦૩૧)
૫૦ ઓવર વિશ્વકપઃ ૨૦૨૭ અને ૨૦૩૧
આઈસીસી ટી૨૦ વિશ્વકપઃ ૨૦૨૪, ૨૦૨૬, ૨૦૨૮ અને ૨૦૩૦
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીઃ ૨૦૨૫ અને ૨૦૨૯
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલઃ ૨૦૨૫, ૨૦૨૭, ૨૦૨૯ અને ૨૦૩૧.

Related posts

IPL 2022 : જાડેજાની નિમણૂક પર શાસ્ત્રીએ ઉઠાવ્યા સવાલ

aapnugujarat

शुरुआती विकेटों से हमारी जीत की नींव पड़ी : हेनरी

aapnugujarat

सिनसिनाटी ओपन : जोकोविच ने सेमीफाइनल में बनाई जगह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1