Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના સામે જંગ લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓના પરિવારોને મળશે સુરક્ષા

કોરોના સામેની જંગમાં દેશના સ્વાસ્થ્ય કર્મી પોતાનો જીવ જોખમમાં નાંખીને લોકોનું જીવન બચાવી રહ્યાં છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ કોવિડ-૧૯થી લડનારા સ્વાસ્થ્ય કર્મીઓ માટે વીમા યોજનાને એક વર્ષ માટે વધારી દીધી છે.
ફ્રન્ટ લાઇન વર્કર રૂપે મોરચા પર તૈનાત સ્વાસ્થ્ય કર્મીઓ માટે આ વીમા પોલીસી ગત વર્ષથી શરૂ થઇ છે.અગ્રીમ મોરચે સ્વાસ્થ્ય સેવા આપનારાઓની સુરક્ષા કેન્દ્ર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા બનેલી છે. તેથી કેન્દ્ર સરકારે એક વર્ષના સમયગાળા માટે આ વીમા પોલીસીને લંબાવી દીધી છે. જેના કારણે તે સ્વાસ્થ્યકર્‌ઓના આશ્રિતોને સુરક્ષા પ્રદાન કરી શકાય. જેમને કોવિડ-૧૯ દર્દીઓની સારવાર માટે નિયુક્ત કરવામાં આવ્યાં છે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ કોવિડ-૧૯ સામે લડનાર સ્વાસ્થ્ય કર્મીઓ માટે વીમા યોજનાને ૩૦ માર્ચ ૨૦૨૦એ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને શરૂઆતમાં ૯૦ દિવસના સમયગાળા માટે ૫૦ લાખ રૂપિયાની વ્યાપક વ્યક્તિગત દુર્ઘટના કવર પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. તેના લાભાર્થીઓમાં સામુદાયિક સ્વાસ્થ્યકર્મીઓ અને ખાનગી સ્વાસ્થ્યકર્મીઓ સહિત તમામ સ્વાસ્થ્ય સેવા પ્રદાતાઓને સામેલ કરવામાં આવ્યાં છે.
સરકારે આ યોજનાને કોવિડ દર્દીઓની સારસંભાળ માટે તથા તે લોકો માટે તૈયાર કરી, જે કોવિડ-૧૯ દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યા છે અને તેમણે તેનાથી પ્રભાવિત થવાનો ખતરો હતો. આ યોજના ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીની વીમા પોલીસી દ્વારા કાર્યન્વિત કરવામાં આવી રહી છે. અત્યાર સુધી વીમા પોલીસીને બે વાર લંબાવવામાં આવી ચુકી છે.રાજ્ય અને અન્ય હિતધારક આ મામલો ઉઠાવી રહ્યાં હતાં કે વીમા ક્લેમ પાસ થવામાં વિલંબ થઇ રહ્યો છે. આ વિલંબને ઓછો કરવા અને વીમા ક્લેમના ઉકેલને સરળ અને સુચારુ બનાવવાને લઇને ક્લેમની મંજૂરી માટે એક નવી પ્રણાલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર જિલ્લા અધિકારીના સ્તર પર રાજ્ય સરકારે યથાસંભવ તત્પરતાથી કામ કરશે.જિલ્લા અધિકારી પ્રત્યેક કેસમાં તે પ્રમાણિત કરશે કે ક્લેમ, યોજનાના માપદંડ સંચલાન પ્રક્રિયાને અનુરૂપ છે. સાથે જ જિલ્લા અધિકારીના આ પ્રમાણપત્રના આધારે વીમા કંપની ૪૮ કલાકના સમયગાળાની અંદર ક્લેમની મંજૂરી અને તેનો નિકાલ કરશે. આ ઉપરાંત એકરૂપતા અને ત્વરિત ઉકેલ માટે જિલ્લા અધિકારી પણ યથાશક્ય કાર્યવાહી કરશે અને કેન્દ્ર સરકારની હોસ્પિટલો/એમ્સ/રેલવે વગેરેના કેસમાં પણ ક્લેમને વેરિફાય કરશે.સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ નવી પ્રણાલી વિશે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનોને સૂચિત કરી દેવામાં આવ્યાં છે, જે તાત્કાલિક ધોરણે લાગુ થઇ ગયાં છે.

Related posts

અમરનાથ દર્શન માટે ૨૩૩ શ્રદ્ધાળુની ટુકડી રવાના

aapnugujarat

બાબા બર્ફાનીનાં ૧૯૭૦૦૦ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

aapnugujarat

રાહુલ ગાંધીની કોંગી નેતાઓને સલાહ : અંબાણી ગ્રુપની કંપનીનો કેસ ન લડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1