Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હીમાં દારૂની હોમ ડિલિવરી થઇ શકશે

આ કોરોના સમયગાળામાં હવે દિલ્હીનાં લોકોને કલાકો સુધી વાઇન શોપની બહાર લાંબી લાઇનોમાં રાહ જોવી નહીં પડે. બદલાયેલા આબકારી નિયમો હેઠળ હવે તમે ઘરેથી દારૂ મંગાવી શકશો. શહેરમાં દારૂનાં વેપારને સંચાલિત કરતા ‘સંશોધિત એક્સાઇઝ ડ્યુટી’ નિયમો અંતર્ગત રાષ્ટ્રીય રાજધાનીમાં મોબાઇલ એપ્લિકેશન્સ અથવા વેબસાઇટ્‌સ દ્વારા દારૂની હોમ ડિલિવરીને જૂરી આપવામાં આવશે. દિલ્હીની કેજરીવાલ સરકારે તેને મંજૂરી આપી દીધી છે. આબકારી (સુધારા) નિયમ, ૨૦૨૧ મુજબ, એલ-૧૩ લાઇસન્સ ધારકોને લોકોનાં ઘરે દારૂ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે.
દિલ્હી એક્સાઇઝ (સુધારા) નિયમો ૨૦૨૧ મુજબ એલ-૧૩ લાઇસન્સ ધારકોને લોકોના ઘરે દારૂ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. મોબાઇલ અને ઓનલાઇન વેબ પોર્ટલ દ્વારા ઓર્ડર આપીને ભારતીય અને વિદેશી દારૂની હોમ ડિલિવરી કરી શકાય છે. જારી કરાયેલા નોટિફિકેશનમાં એવું કહેવામાં આવ્યું છે કે લાઇસન્સ ધારકો ફક્ત મોબાઇલ એપ્સ અથવા ઓનલાઇન વેબ પોર્ટલ દ્વારા ઘરોમાં દારૂની ડિલિવરી કરી શકશે. છાત્રાલય, ઓફિસ અને સંસ્થામાં કોઈ ડિલિવરી કરવામાં આવશે નહીં. આ માટે, વેચનારને ફોર્મ એલ-૧૩ માં લાઇસન્સની જરૂર પડશે. તે સ્પષ્ટ છે કે શહેરભરની દારૂની દુકાનને તાત્કાલિક દારૂની હોમ ડિલેવરી કરવામાં અધિકૃત કરવામાં આવશે નહીં. ફક્ત એલ-૧૩ લાઇસન્સ ધરાવતા દુકાનદારોને જ આ હેતુ માટે વિકસિત મોબાઇલ એપ્લિકેશન અથવા પોર્ટલ દ્વારા બુક કરાવેલા દારૂની હોમ ડિલિવરી કરવાની મંજૂરી મળશે.
આપને જણાવી દઇએ કે, કોરોનાને લીધે ગત વર્ષે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને દારૂનાં ઘરેલુ ડિલિવરી પર વિચાર કરવા સૂચન કર્યું હતું. અગાઉ, છત્તીસગઢ સરકારે રાજ્યમાં લોકડાઉન દરમિયાન દારૂની હોમ ડિલિવરીનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી ૧૦ મેથી શરૂ થઈ છે. રાજ્યનાં આબકારી કમિશનરે દારૂનાં ઘરેલું વિતરણ અંગે સરકારનાં આબકારી ખાતાને દરખાસ્ત મોકલી હતી. આ દરખાસ્તને સરકારે ૮ મેનાં રોજ જ મંજૂરી આપી દીધી હતી.

Related posts

21 घंटे से लापता पूर्व केंद्रीय मंत्री चिदंबरम, कांग्रेस आयी बचाव में!!!

aapnugujarat

रामनाथ कोविंद को एनडीए के राष्ट्रपति पद के उम्मीदवार बनाने निर्णय

aapnugujarat

“Ghar wapsi” only after “Law wapsi”: 8th round of Farmer talks with govt fails; next meet on Jan 15

editor

Leave a Comment

UA-96247877-1