Aapnu Gujarat
રાષ્ટ્રીય

૫ મહિનામાં ૧૦ રૂપિયાથી વધુ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો સતત ચાલી રહ્યો છે. પહેલી જાન્યુઆરી ૨૦૨૧ થી ૩૦ મે ૨૦૨૧ની વચ્ચે આ વર્ષના ૫ મહિનાઓની કિંમતોનું અંતર જોઇએ તો ૧૦ થી ૧૧ રૂપિયા સુધીનો ભાવ વધારો પેટ્રોલ-ડીઝલમાં જોવા મળ્યો છે. દિલ્હી અને મુંબઈની વાત કરીએ તો પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૦ રૂપિયાથી વધારે વધ્યા છે. પેટ્રોલની વાત કરીએ તો દિલ્હીમાં ૨૦૨૧ના આ પાંચ મહિના(જાન્યુઆરી-મે)માં સૌથી વધુ ૧૦.૨૩ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કિંમતોમાં થયો છે. જ્યારે ડીઝલના મામલામાં સૌથી મોટો ઉછાળો મુંબઈમાં જોવા મળ્યો છે. જ્યાં ૧૧.૬૬ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.
આઇઓસીએલના આ આંકડાઓ પર નજર ફેરવીએ તો દર મહિને લગભગ ૩-૪ ટકાનો વધારે પેટ્રોલ-ડીઝલમાં થયો છે. વચ્ચે વિધાનસભા ચૂંટણી દરમિયાન લગભગ ૪૦ દિવસો સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નહોતા. છતાં ૫ મહિનામાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આ વધારો મહાનગરોમાં ૮ થી ૧૦ ટકા રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૫ મહિનામાં લગભગ ૮ ટકા અને ડીઝલનો ભાવ તો ૧૧ ટકા સુધી વધ્યો છે.
જો મે મહિનાની વાત કરીએ તો કુલ ૧૬ એટલે કે દર બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. જ્યારે કાપ આ મહિનામાં એકપણ વાર થયો નથી. મુંબઈ, રાજસ્થાનના શ્રીગંગાનગર સહિત દેશના ઘણાં શહેરોમાં પેટ્રોલ ૧૦૦ની ઉપર વેચાઇ રહ્યું છે. ડીઝલના ભાવ પણ આ શહેરોમાં પોતાના રેકોર્ડ સ્તરે છે.
૧ મેના રોજ મુંબઈમાં પેટ્રોલ ૧૦૦.૪૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. મહારાષ્ટ્રના પરભનીમાં પણ પેટ્રોલ ૧૦૨.૨૭ રૂપિયા પ્રતિ લીટર છે. તો રાજસ્થાનના શ્રીગંગાનગર અને મધ્ય પ્રદેશના અનૂપપુર અને ભોપાલમાં પણ પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર છે. ભોપાલમાં પેટ્રોલની કિંમત ૧૦૨.૦૪ રૂપિયા પ્રતિ લીટર છે.
૧ મેના રોજ થયેલા ભાવવધારા પછી દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૪.૨૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. તો ડીઝલ ૮૫.૧૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. મુંબઈમાં પેટ્રોલ ૧૦૦.૪૭ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૨.૪૫ રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. ચેન્નઇમાં પેટ્રોલ ૯૫.૭૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૯૦ રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. તો કોલકાતામાં પેટ્રોલ ૯૪.૨૫ રૂપિયા અને ડીઝલની કિંમત ૮૮ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

Related posts

મધ્યપ્રદેશમાં સ્કુલવાન-બસ ટકરાતા છ બાળકોના મોત

aapnugujarat

ભારતીયોને વિઝા આપવા અમેરિકાએ સ્પેશિયલ વિન્ડો ઓપન કરી

aapnugujarat

લોકસભા ચૂંટણી તૈયારી : અનેક લોકલક્ષી બિલ રજૂ કરવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1