Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતીયોને વિઝા આપવા અમેરિકાએ સ્પેશિયલ વિન્ડો ઓપન કરી

અમેરિકાના વિઝા મેળવવામાં વેઇટિંગનો સમય એટલો બધો લાંબો છે કે ભારતીયો તેનાથી ત્રાસી ગયા છે. તેના કારણે વિઝાના ટાઈમિંગ વિશે ભારતીયો દ્વારા ઉચ્ચ સ્તરે ઘણી રજુઆતો કરવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારતીયોને વિઝા આપવા એક સ્પેશિયલ વિન્ડો ઓપન કરી છે. જોકે, આ સુવિધા ફ્રેન્કફર્ટમાં જ ખોલવામાં આવી છે.

ભારતથી જે લોકો B1 (બિઝનેસ) અને B2 (ટુરિસ્ટ) વિઝા પર અમેરિકા જવા માંગે છે તેમના ઈન્ટરવ્યૂમાં ઘણો વધારો સમય લાગે છે જેના વિશે ઘણી ફરિયાદો થઈ છે. હવે ફ્રેન્કફર્ટ ખાતે યુએસ કોન્સ્યુલેટે ભારતીય અરજકર્તાઓ માટે ચોક્કસ ઈન્ટરવ્યૂ એપોઈન્ટમેન્ટ નક્કી કરી છે.

B1/B2 વિઝાના ઈન્ટરવ્યૂ માટે વેઇટિંગ ટાઈમ એટલો લાંબો છે કે લોકોના બધા પ્લાન ખોરવાઈ જાય છે. હૈદરાબાદમાં આ વિઝા માટે ઈન્ટરવ્યૂ મેળવવા 441 દિવસોનું વેઈટિંગ ચાલે છે જ્યારે ચેન્નાઈમાં 486 દિવસ, નવી દિલ્હીમાં 526 દિવસ, મુંબઈમાં 571 દિવસ અને કોલકાતામાં ઈન્ટરવ્યૂ માટે 607 દિવસનું વેઇટિંગ ચાલે છે. તેની તુલનામાં જર્મનીના ફ્રેન્કફર્ટથી વિઝા ઈન્ટરવ્યૂ બૂક કરવામાં આવે તો માત્ર ત્રણ દિવસમાં વારો આવી જાય છે.

યુએસ વિઝાની માંગ એટલી વધારે છે કે એક વિશાળ બેકલોક પેદા થયો છે. તેના કારણે ભારતીયોને ભારત બહારથી પણ વિઝા ઈન્ટરવ્યૂ આપવાની સુવિધા આપવામા આવી છે. ઉદાહરણ તરીકે ભારતીયો થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી પણ ઈન્ટરવ્યૂ આપી શકે છે. ગયા વર્ષે યુએસ વિઝા માટે ઈન્ટરવ્યૂનો વેઈટિંગ ટાઈમ ત્રણ વર્ષની ટોચ પર પહોંચી ગયો હતો. તેને ઘટાડવા માટે હવે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે.

ભારતમાં નોન-ઇમિગ્રેશન વિઝા ઈન્ટરવ્યૂ માટે એક નવું શિડ્યુલિંગ પોર્ટલ રચવામાં આવ્યું છે અને તેમાં પણ ઘણી ફરિયાદો મળી છે. હવે આ ઈશ્યૂ શક્ય એટલી ઝડપથી ઉકેલવા માટે પ્રયાસો ચાલુ છે. યુએસ એમ્બેસી અને ભારતીય ઓથોરિટી વચ્ચેની તાજેતરની ચર્ચામાં વિઝાના વેઈટિંગનો સમય, શિડ્યુલિંગ પોર્ટલના ટેકનિકલ પ્રોબ્લેમ તથા સ્ટુડન્ટ વિઝાને લગતી સમસ્યાઓ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારત ખાતેના અમેરિકન કોન્સ્યુલેટે 3.3 લાખ પિટિશન બેઝ્ડ ટેમ્પરરી એમ્પ્લોયમેન્ટ વિઝા ઈશ્યૂ કર્યા છે. એટલે કે 2019ની સાથે તુલના કરવામાં આવે તો વિઝાના પ્રોસેસમાં 71 ટકાનો વધારો થયો છે.

અમેરિકાએ તાજેતરમાં સ્ટુડન્ટ વિઝા (એફ અને એમ) માટે પણ એક મહત્ત્વની જાહેરાત કરી છે. તે મુજબ પ્રોગ્રામ શરૂ થવાની તારીખથી 365 દિવસ એડવાન્સમાં F અને M સ્ટુડન્ટ વિઝા ઈશ્યૂ કરી શકાય છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ કાયમી ફેરફારની જાહેરાત કરી છે જે 26 જાન્યુઆરી 2023થી અમલમાં આવી છે. અમેરિકાએ એવો દાવો પણ કર્યો છે કે નોન-ઈમિગ્રેશનના તમામ વિઝાનો વેઇટિંગ પિરિયડ અગાઉ કરતા ઘણો ઘટ્યો છે અને હવે કોવિડ અગાઉના લેવલ પર પહોંચી ગયો છે.

Related posts

इंद्राणी मुखर्जी पर जेल में दंगा फैलाने का आरोप, केस दर्ज

aapnugujarat

गठबंधन भले सफल न रहा हो लेकिन कमियां पता चली : अखिलेश

aapnugujarat

ભગવા ત્રાસવાદના મામલે કોંગ્રેસ માંફી માંગે : સંબિત પાત્રા

aapnugujarat
UA-96247877-1