Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી તૈયારી : અનેક લોકલક્ષી બિલ રજૂ કરવા તૈયારી

લોકસભાની ચૂંટણી આડે એક વર્ષનો સમય ગાળો રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર શ્રેણીબદ્ધ નવા બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. લોકલક્ષી પહેલ કરવામાં આવનાર છે. શ્રમ મંત્રાલયને આ સંદર્ભમાં સૂચના આપી દેવામાં આવી છે. શ્રમ મંત્રાલયને કહેવામાં આવ્યું છે કે, તે એવા બિલને પાસ કરવામાં ગતિ દર્શાવે જે વર્કર ફ્રેન્ડલી છે. મંત્રાલયને એવા બિલને રોકવા માટે પણ કહ્યું છે જેના કારણે ૫૦ કરોડથી પણ વધારે વર્કરોના હિતોને નુકસાન થઇ રહ્યું છે. એક ટોચના સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, વેજેજ, યુનિવર્સલ સોશિયલ સિક્યુરિટી ઉપરાંત કોમર્શિયલ યુનિટના કામકાજ દરમિયાન સુરક્ષા, સલામતી, આરોગ્ય અને કામની સ્થિતિ સાથે જોડાયેલા લેબર કોડને ફાસ્ટટ્રેક કરવા માટે કહેવામાં આવ્યું છે. અલબત્ત ઇન્ડસ્ટ્રીયલ રિલેશન પર વિવાદાસ્પદ કોડના મુદ્દે હાલમાં પગલા લેવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ કોડના કેટલાક હિસ્સામાં વર્કરોને નોકરીમાંથી દૂર કરવાની બાબત સરળ બનાવે છે. આ કોડને ૨૦૧૫માં તૈયાર કરવામાં આવ્યા બાદ તેની જોગવાઈઓ ઉપર અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે, આ બિલોને સંસદમાં એક પછી એક રજૂ કરવામાં આવી શકે છે. કારણ કે સરકાર માને છે કે, કોઇપણ રાજકીય પક્ષો ચૂંટણી વર્ષમાં મજુરો સાથે જોડાયેલા બિલનો વિરોધ કરશે નહીં. આના પરિણામ સ્વરુપે સરકારને આ બિલ પસાર કરવામાં સરળતા મળશે. શ્રમ મંત્રાલય દ્વારા આ કોડના સંદર્ભમાં વાતચીતની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે. ટૂંક સમયમાં જ આને કેબિનેટની પાસે મોકલવામાં આવનાર છે. ત્યારબાદ આને સંસદમાં રજૂ કરવામાં આવશે.
પગારને લઇને કોડને મંજુરી મળી ચુકી છે. આના ઉપર સંસદની મંજુરીની મહોર બાકી છે. ત્યારબાદ ઓક્યુપેશનલ સેફ્ટી અને સોશિયલ સિક્યુરિટીના મુદ્દા પર આગળ વધવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, પગાર બિલમાં કેન્દ્રને એવા અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે કે તે તમામ સેક્ટરો માટે લઘુત્તમ પગાર મર્યાદા નક્કી કરે જેને રાજ્યો દ્વારા પાળવામાં આવશે. આનો હેતુ આની સાથે જોડાયેલા ચાર નિયમોને મળીને પગારની પરિભાષાને વધુ સ્પષ્ટ કરવાનો રહેલો છે. જે ચાર કાયદા રહેલા છે તેમાં મિનિમમ વેજેજ એક્ટ ૧૯૪૮, પેમેન્ટ ઓફ વેજેજ એક્ટ ૧૯૩૬, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ ૧૯૬૫, ઇક્વલ રેમુનેરેશન એક્ટ ૧૯૭૬નો સમાવેશ થાય છે. સોશિયલ સિક્યુરિટી સાથે જોડાયેલા કોડ હેઠળ સરકારે રિટાયર્ડમેન્ટ, હેલ્થ, ઓલ્ડ એજ, ડિસેબિલિટી, અનએમ્પ્લોઇમેન્ટ અને મેટરનિટી બેનિફિટ આપવા માટેની વ્યવસ્થાની દરખાસ્ત રહેલી છે. ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ અને વરતી કંડીશન સાથે જોડાયેલા ડ્રાફ્ટ કોડમાં વર્કપ્લેસ પર એવી ચીજો અથવા તો સ્થિતિ ન થવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે લોકો ઘાયલ થઇ શકે છે અથવા તો મોત થઇ શકે છે. અથવા તો બિમાર થઇ શકે છે. કોડમાં આ બાબતને ફરજિયાત કરવાની વાત કરવામાં આવી છે કે, ઓછામાં ઓછા ૧૦ કર્મચારીઓવાળી યુનિટને દરેક કર્મચારીઓને એપોઇન્ટમેન્ટ મેન્ટ લેટર આપવા પડશે.

Related posts

CM Banerjee virtually launched ‘Maa’ scheme under which govt will provide meal at Rs 5 to poor people

editor

दूरदर्शन की प्रसिद्ध एंकर नीलम शर्मा का निधन

aapnugujarat

बाबरी कांड : सुनवाई पूरी होने तक रिटायर न हों जज : सुप्रीम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1