Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના ૧.૨૭ લાખ નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાયરસના કેસમાં પાછલા ૧૦ દિવસથી મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોનાના દૈનિક કેસ ૪ લાખને પાર કર્યા બાદ તેમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે, નવા કેસનો આંકડો ૩ લાખની અંદર રહ્યા બાદ પાછલા અઠવાડિયાથી તેમાં મોટો ઘટાડો થતા આંકડો ૨ લાખની અંદર આવી ગયો છે. હવે આ આંકડો સવા લાખની નજીક પહોંચી ગયો છે. બીજી તરફ સાજા થતા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધતા હોસ્પિટલો ખાલી થઈ રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં ભારતમાં પાછલા ૨૪ કલાકમાં નવા ૧,૨૭,૫૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે, મેના પહેલા અઠવાડિયામાં કોરોનાના કેસ ૪ લાખને પાર જઈ રહ્યા હતા તે મેના અંત સુધીમાં ૨ લાખની અંદર આવી ગયા હતા જ્યારે હવે આ ઝડપથી આ આંકડો ૧ લાખની અંદર પહોંચી જશે તેવી સંભાવના છે.
ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે વધુ ૨,૭૯૫ લોકોના મોત થયા છે, આ પહેલા આટલા ઓછા કેસ ૨૭ એપ્રિલ ૨૦૨૦ના રોજ (૨,૭૭૧) નોંધાયા હતા. ૨૬મી મેના રોજ દેશમાં કોરોના લીધે એક દિવસમાં થતા મૃત્યુનો આંક ૪ હજારને પાર ગયા બાદ તેમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
દેશમાં વધુ ૧.૨૭ લાખ કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૮૧,૭૫,૦૪૪ થઈ ગઈ છે. કુલ મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૧,૮૯૫ પર પહોંચી ગઈ છે. સોમવારે વધુ ૨,૫૫,૨૮૭ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૫૯,૪૭,૬૨૯ થઈ ગઈ છે. ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થવાથી એક્ટિવ કેસનો આંકડો ૨૦ લાખની અંદર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા સોમવારના આંકડામાં એક્ટિવ કેસની સંખ્યા ૧૮,૯૫,૫૨૦ પર પહોંચી ગઈ છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૬૮૧ કેસો નોંધાયા છે અને સામે ૪૭૨૧ દર્દીઓ સાજા થયા અને ૧૮ દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૭૬૬૯૯૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા. કુલ એક્ટિવ કેસો ૩૨૩૪૫ છે જેમાં ૪૯૬ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૧૮૪૯ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક ૯૮૩૩ થઈ ગયો છે.
ભારતમાં ૧૬ જાન્યુઆરીએ શરુ થયેલા રસીકરણ અભિયાન બાદ સોમવાર સુધીમાં કુલ ૨૧,૬૦,૪૬,૬૩૮ ડોઝ આપવામાં આવ્યા છે. આઇસીએમઆર મુજબ ૧ મે સુધીમાં દેશમાં કોરોનાની તપાસ માટે કુલ ૩૪,૬૭,૯૨,૨૫૭ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૯,૨૫,૩૭૪ સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે.

Related posts

Petrol costs Rs 2.45 liter and Diesel price increased by Rs 2.36 today

aapnugujarat

भारत के मुरीद हुए चीन के मिलिट्री एक्सपर्ट

editor

ईडी ने बॉम्बे हाईकोर्ट में कहा- मेहुल चोकसी भगोड़ा और फरार है, उसकी याचिकाएं रद्द हों

aapnugujarat

Leave a Comment

UA-96247877-1