Aapnu Gujarat
રાષ્ટ્રીય

કૃષિ કાયદાના વિરોધમાં ઘર ઉપર લહેરાવ્યો કાળો ઝંડો, કહ્યું – લડાઈ ચાલુ રહેશે : સિદ્ધુ

કોંગ્રેસનાં નેતા અને પૂર્વ મંત્રી નવજાેતસિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજાેત કૌર સિદ્ધુએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોનાં આંદોલનનાં સમર્થનમાં મંગળવારે તેમના પટિયાલા નિવાસસ્થાનની છત પર કાળો ધ્વજ ફરકાવ્યો હતો. વળી તેમની પુત્રી રબિયાએ અમૃતસરમાં સિદ્ધુનાં નિવાસસ્થાન પર કાળો ધ્વજ ફરકાવ્યો.
પટિયાલાનાં નિવાસ સ્થાને કાળો ધ્વજ મુકતા સિદ્ધુ દંપતીએ જાે બોલે સો નિહાલ સત્‌ શ્રી અકાલનો જયકારો પણ કર્યો અને ખેડૂત આંદોલનને સમર્થન આપવાની વાતનું પુનરાવર્તન કર્યું હતું. સિદ્ધુએ મીડિયા સાથે કોઈ પણ જાતની વાત કરવાની ના પાડી હતી. સિદ્ધુએ ગઈકાલે જાહેરાત કરી હતી કે તેઓ તેમના નિવાસ સ્થાને ખેડૂતોનાં સમર્થનમાં કાળા ઝંડા ફરકાવશે. આપને જણાવી દઈએ કે, દિલ્હીની બોર્ડર પર ખેડૂત આંદોલનને છ મહિના પૂરા થયા છે. ખેડૂત સંગઠનોએ લોકોને તેમના સમર્થનમાં ઘરોની છત પર કાળા ધ્વજ લગાવવાની હાકલ કરી હતી. પંજાબ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા નવજાેત સિંહ સિદ્ધુએ ખેડૂત આંદોલન મામલે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને ખુલ્લો પડકાર આપ્યો છે. સિદ્ધુ કૃષિ કાયદાના વિરોધમાં ૨૬ મેના રોજ પટિયાલા અમે અમૃતસર ખાતેના પોતાના નિવાસસ્થાને કાળા ઝંડા ફરકાવશે. એને એક દિવસ પહેલાં જ અમરિન્દરે ખેડૂતોને આંદોલન પાછું ખેંચવા માટે અપીલ કરી હતી.
સિદ્ધુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં તમામ લોકોને કૃષિ કાયદાના વિરોધમાં કાળા ઝંડા ફરકાવવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે પોતાના ઘરની છત પર કાળા ઝંડા ફરકાવી રાખે જ્યાં સુધી કાળો કાયદો રદ કરવામાં ન આવે અથવા તો રાજ્ય સરકાર પાકની ખરીદી અને સ્જીઁને વિશ્વાસ લાયક બનાવવા માટે કોઈ વિકલ્પ ન આપે. ૨૬ મે ના રોજ ખેડૂતોને ત્રણેય કૃષિ કાયદા વિરુદ્ધ ધરણા પર બેઠાની ૬ મહીના પૂરા થઈ જશે. ત્રણેય કૃષિ કાયદા અંગે કેન્દ્ર સરકાર અને સંયુક્ત કિસાન મોર્ચા વચ્ચે ચાલી રહેલી વાતચીત ૪ મહીનાથી બંધ છે. આ મુદ્દે ખેડૂતોએ ૨૬મે ને કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે. પંજાબના ૩૨ ખેડૂત સંગઠન આ માટેની તૈયારીઓ કરી રહ્યા છે.
ખેડૂત સંગઠનોએ ખેડૂતો, મજૂરો, યુવાઓ, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, સાહિત્યકારો, રંગકારમીઓ, ટ્રાન્સપોર્ટરો-વેપારીઓ અને દુકાનદારો ને પોતાનો રોષ વ્યક્ત કરવા અપીલ કરી છે.
બે વર્ષ પહેલા સ્થાનિક સંસ્થાઓ વિભાગ બદલાવા બાબતે રાજીનામું આપનાર પૂર્વ કેબિનેટ મંત્રી નવજાેત સિંહ સિદ્ધૂ સતત મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પર પ્રહાર કર્યા હતા. સિદ્ધૂ પહેલા ભાજપના નેતા હતા. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટ્યુનિંગ બગાડવાના કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું અને કોંગ્રેસમાં જાેડાયા હતા. કોંગ્રેસ નેતૃત્વ ઝ્રસ્ અમરિન્દર અને સિદ્ધુ વચ્ચે બે વખત ઉકીલ લાવવાના પ્રયાસ કરવામાં આવી ચુકાયા છે, પરંતુ બંને પ્રયાસો નિષ્ફળ રહ્યા. ૨૫ નવેમ્બર ૨૦૨૦ના રોજ કેપ્ટન અમરિન્દરની સાથે સિદ્ધુના લાંચ દરમિયાન બેઠક મળી હતી. બેઠકમાં ઝ્રસ્ ઉપરાંત હરીશ રાવત પણ ઉપસ્થિત હતા. જ્યારે, ૧૭ માર્ચ ૨૦૨૧ના રોજ ચા પર ચર્ચા થઈ હતી, તેમાં સિદ્ધુની નવી ઇનિંગ મુદ્દે અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી હતી. પરતું, આ વખતે પણ વાત બની ન હતી.
કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ સિદ્ધુ પાસેથી સ્થાનિક સંસ્થાઓનો વિભાગ છીનવી લેવામાં આવ્યો હતો, જે કારણે તેઓ નારાજ હતા. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાનું કામ પ્રમાણિકતાપૂર્વક કરી રહ્યા છે તો તેમાં બદલાવ કેમ? બાદમાં એવી પણ ચર્ચા ચાલી કે સિદ્ધુ ડેપ્યુટી ઝ્રસ્ બનવા ઈચ્છે છે, જે માટે ઝ્રસ્ તૈયાર નથી. હવે વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક જ વર્ષનો સમય બાકી રહ્યો છે, એવામાં સિદ્ધુને મનાવવા માટે પાર્ટી કોઈ જ કસર છોડશે નહીં.
ચૂંટણીમાં હાર કે જીતમાં સિદ્ધુના પ્રચારની મહત્ત્વની ભૂમિકા હોઇ શકે છે. પંજાબ જ નહીં, દેશના અન્ય રાજ્યોમાં આવનારી ચૂંટણીમા પણ નવજાેત સિદ્ધુ પાર્ટીના સ્ટાર પ્રચારક છે.

Related posts

स्वतंत्रता दिवस कार्यक्रम के बाद प्रतिबंधों में ढील दी जाएगी : राज्यपाल मलिक

aapnugujarat

वोटों के लालच में पवार को हुआ मोतियाबिंद : अमित शाह

aapnugujarat

रेलवे की ‘१८२’ हेल्पलाइन शुरू : हररोज १०० शिकायत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1