Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાંધણ ગેસના ડિલિવરી બોય બની શકે છે સુપર સ્પ્રેડર

ઘરે-ઘરે રાંધણ ગેસ પહોંચાડનારા લોકોને શક્ય તેટલી ઝડપથી કોરોના વેક્સિન આપવાની માંગણી જાેર પકડી રહી છે. અતિ આવશ્યક વસ્તુઓમાં સામેલ રાંધણ ગેસને એ સમયે પણ પૂરો પાડવામાં આવ્યો હતો જ્યારે કોરોના સંક્રમણ તેના ચરમ સ્તરે હતું. ફેડરેશન ઓફ એલપીજી ડિસ્ટ્રિબ્યુટર ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે ગેસની ડિલિવરી આપનારા સુપરસ્પ્રેડર બની શકે છે માટે તેમને શક્ય તેટલી ઝડપથી રસી અપાય તે આવશ્યક છે. તેમને ફ્રન્ટલાઈન કર્મી માનીને આ માંગણી ઝડપથી પૂરી કરવા કહેવામાં આવ્યું છે કારણ કે, કોવિડ કાળમાં પણ તેઓ બીમારીને ભૂલીને કોરોના યોદ્ધાઓની માફક લોકોની સેવા કરી રહ્યા હતા. તેમના કારણે જ લોકડાઉન દરમિયાન લોકો ઘરેબેઠા રસોડામાં રાંધી શક્યા હતા.
એલપીજી ડિલિવરી બોય્ઝ દેશભરના ૬૫-૭૫ લાખ ઘરોમાં જાય છે. એક અંદાજ પ્રમાણે તેઓ દૈનિક ૩ કરોડ કરતા પણ વધારે લોકોના સંપર્કમાં આવે છે. આ કારણે તેઓ સુપરસ્પ્રેડર બને તેવી શક્યતા ખૂબ વધી ગઈ છે. તેઓ સતત લોકોના સંપર્કમાં આવતા હોવાથી કોરોના અટકાવવાની ચેઈનમાં તેઓ ભંગાણ બની શકે છે. માટે તેમને સૌથી પહેલા રસી મળવી જાેઈતી હતી.
કોરોનાની બીજી લહેરમાં મળેલા આંકડાઓ પ્રમાણે એલપીજી વિતરક, તેમનો સ્ટાફ અને તેમના પરિવારના આશરે ૫૦,૦૦૦ કરતા પણ વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા અને તેમાંથી ૫૦૦ કરતા વધારે લોકો મૃત્યુ પામ્યા.

Related posts

गोरखा जनमुक्ति मोर्चा के प्रमुख के खिलाफ मर्डर केस

aapnugujarat

બંગાળમાં સુરતના ગ્રીષ્મા કેસ જેવો હત્યાકાંડ

aapnugujarat

મનસે કાર્યકરોએ મુંબઈમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ઘૂસી તોડફોડ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1