Aapnu Gujarat
બિઝનેસ

પ્રત્યર્પણના ડરથી એન્ટિગુઆથી ક્યૂબા ભાગી ગયો મેહુલ ચોકસી

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી અને હીરાનો ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી લાપતા થયો છે. મેહુલ ચોક્સી એન્ટીગા અને બારબુડામાં લાપતા થયો છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ કમિશનર એટલી રૉડનેના કહેવા પ્રમાણે પોલીસ જેના લાપતા હોવાની અફવા છે તેવા ભારતીય વ્યવસાયી મેહુલ ચોક્સીનું ઠેકાણું શોધી રહી છે. ૨૦૧૮માં ભારતમાંથી ફરાર થયા બાદ ચોક્સી કેરેબિયન દેશ એન્ટીગા એન્ડ બારબુડામાં રહેતો હતો.
એન્ટીગા પોલીસે ભાગેડુ કારોબારી અને આરોપી મેહુલ ચોક્સી લાપતા હોવાનો કેસ નોંધ્યો છે. છેલ્લે તે રવિવારે (૨૩ મે) સાંજે ૫ઃ૧૫ કલાકે પોતાના નિવાસસ્થાનેથી કારમાં નીકળતો જાેવા મળ્યો હતો. એન્ટીગાના જાેનસન પોઈન્ટ પોલીસ સ્ટેશને આ અંગે કેસ દાખલ કર્યો છે. પોલીસે જનતાને ચોક્સી અંગે કોઈ માહિતી હોય તો જાણ કરવા વિનંતી કરી હતી.
પ્રાપ્ત અહેવાલ પ્રમાણે કેરેબિયન દ્વીપ એન્ટીગા એન્ડ બારબુડાની નાગરિકતા લેનારો ચોક્સી રવિવારે દ્વીપના દક્ષિણી ક્ષેત્રમાં ગાડી ચલાવતો જાેવા મળ્યો હતો. બાદમાં તેની ગાડી મળી પરંતુ ચોક્સીના કોઈ સગડ નથી મળ્યા. જાણવા મળ્યા મુજબ તેમના વકીલને મોકલામાં આવેલા સવાલનો પણ કોઈ જવાબ નથી મળ્યો. ચોક્સી અને નિરવ મોદી પંજાબ નેશનલ બેંકમાંથી કથિત ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની હેરાફેરી કેસમાં સંડોવાયેલા છે.
બીજા કેટલાક રિપોટ્‌ર્સમાં એન્ટિગુઆ અને બારબુડામાં સ્થાનિક સ્ત્રોતો અને અહેવાલોનો હવાલો આપતા દાવો કર્યો છે કે મેહુલ ચોકસી ક્યૂબા જતો રહ્યો છે. તે એન્ટિગુઆથી ૧,૭૦૦ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત છે. એન્ટિગુઆથી ક્યૂબા માટે ફ્લાઇટ માટે ૨ કલાકનો સમય લાગે છે.
નોંધનીય છે કે, ક્યૂબા એ દેશોમાં સામેલ નથી જેની ભારત સાથે પ્રત્યર્પણ સંધિ કે કોઈ સમૂજતી છે. તેનો અર્થ એ છે કે મેહુલ ચોકસીને ભારત પરત લાવવાની પ્રક્રિયાને દસ્તાવેજી કાર્યવાહી અને વાતચીતના અનેક ચરણથી પસાર થવું પડી શકે છે.

Related posts

વિવિધ પડકારો વચ્ચે બજેટમાં વધુ ટેક્સ રાહત હાલ નહીં મળે

aapnugujarat

એર ઇન્ડિયાએ બનાવ્યો માસ્ટર પ્લાન

editor

કસ્ટમ ડ્યુટી વધી જતા ટીવી, મોબાઇલ મોંઘા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1