Aapnu Gujarat
બિઝનેસ

કસ્ટમ ડ્યુટી વધી જતા ટીવી, મોબાઇલ મોંઘા

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આજે કરોડો લોકોની અપેક્ષા અને તમામ ક્ષેત્રોના ઉદ્યોગોની ઉત્સુકતા વચ્ચે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનુ સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ. જેટલીએ પોતાના છેલ્લા પૂર્ણ બજેટમાં કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં મોબાઇલ અને ટીવીની કિંમતો વધી ગઇ છે. મોબાઇલ ફોન ઉપર કસ્ટમ ડ્યુટી ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા અને મોબાઇલ તથા ટીવી સ્પેરપાટ્‌ર્સ ઉપર ૧૫ ટકા ડ્યુટી કરવામાં આવી છે. કસ્ટમ ડ્યુટી વધી જતાં મોબાઇલ અને ટીવી મોંઘા થશે. કસ્ટમ ડયુટી પર સેસ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરવાનો નિર્ણય કરાયો છે. આની સીધી અસર સ્માર્ટફોન અને ટીવી ઉપર થશે. આ નિર્ણયથી ભારતમાં વેચાતા તમામ કંપનીઓના સ્માર્ટફોન વધારે મોંઘા થશે.

Related posts

सेंसेक्स 40654 के स्तर पर बंद

aapnugujarat

किसान कर्जमाफी का क्रेडिट कल्चर पर पड़ता है असर : आरबीआई गवर्नर शक्तिकांत दास

aapnugujarat

सोना 280 रुपए चमका, चांदी 710 रुपए उछली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1