Aapnu Gujarat
ગુજરાત

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ૩૯ ટીમો ખાસ ‘રોપેક્ષ ફેરી’ દ્વારા ભાવનગર પહોંચી

ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે, તાઉ’તે વાવાઝોડાને પગલે ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં વીજ વ્યવસ્થાને વ્યાપક અસર થઇ છે. વીજ પુરવઠો બહાલ કરવા માટે અન્ય જિલ્લાની ટીમોને પણ ભાવનગર ખાતે બોલાવી કાર્યરત કરવામાં આવી છે.
વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાં માટે આજે ખાસ રોપેક્ષ ફેરી મારફતે સુરતથી ઘોઘા ખાતે આવી પહોંચી હતી.
એન્જીનીયરો અને વાહનો સાથેની ટીમો આજે બપોરે ઘોઘા ખાતે રો-રો ફેરી ઘોઘો જેટી ખાતે આવી પહોંચી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ૩૮૦ કર્મચારીઓ તથા ખાનગી કંપનીની ૧૦ ટીમ સાથેના ૧૦૦ કર્મચારીઓ મળી કુલ ૪૮૦ કર્મચારીઓ તથા જરૂરી સાધનો અને વાહનો સાથે આવેલી આ ટીમો ભાવનગર અને અમરેલીના વિવિધ વિસ્તા્રોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે કામગીરી બજાવશે.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયરશ્રી અતુલભાઇ નાકરાણીએ જણાવ્યું કે, વાવાઝોડાને પગલે ભારે અસરગ્રસ્ત ભાવનગર જિલ્લા માટે અમારી ટીમ ૨૪ કલાક કાર્યરત રહી ઝડપથી જિલ્લામાં વિજ પુરવઠો યથાવત થાય તે માટે કામગીરી કરશે.વલસાડ, ભરૂચ, સુરત સિટી અને સુરત ગ્રામ્યના વિવિધ સબ સ્ટેશનો, પાવર સેક્શનનાં ઇજનેરો તથા કર્મચારીઓની બનેલી ૩૯ સરકારી અને ૧૦ ખાનગી ટીમો મળી વીજળીક વેગે કાર્ય કરી પ્રજાને ઓછામાં ઓછી હાલાકી પડે તે માટે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાં માટે કામગીરી હાથ ધરશે.૨૩ વ્હીકલ તથા ૬ ટ્રેક્ટર સાથેની આ ટીમોને ભાવનગર અને અમરેલી જિલ્લામાં વહેંચીને ઝડપથી વીજ પુરવઠો કાર્યરત કરીશું તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ભાવનગર જિલ્લાના વીજ અધિકારી અને એકઝિક્યુટિવ એન્જિનિયર શ્રી એમ.એમ.પંડ્યાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અમારી ટીમ સતત કાર્ય કરી રહી છે. જિલ્લામાં કુલ ૧૦,૪૦૦ વિજળીના થાંભલા પડી ગયા છે કે ડેમેજ થયા છે. ૪૬૭ ફીડરને નુકસાન થયું છે. જેનાથી ૫૭૫ ગામનાં વીજ પૂરવઠાને અસર થઈ છે. મહુવા શહેરમાં પણ ભારે પવનને કારણે વિજ પુરવઠો ખોરવાયો હતો.
ભાવનગર શહેરમાં પણ ૬૫ જગ્યાએ તાઉ’તે વાવાઝોડાને પગલે નુકસાન થયું છે. વિજ વિભાગના ત્વરિત પગલાંને કારણે તમામ જગ્યાએ વીજ પુરવઠો ચાલુ થઈ જાય તે માટે અમારી ટીમો રાત-દિવસ જોયાં વગર કાર્ય કરી રહી છે.
આમ, સરકારની ત્વરિત નિર્યાયકતાને કારણે ભારે પવન અને વરસાદ વચ્ચે પણ વિજ પુરવઠો સતત ચાલુ રાખવામાં આવ્યો છે. ઉપલબ્ધ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને જનજીવન થાળે પડે અને પૂર્વવત થઈ ધબકતું થાય તે માટે સરકાર કટિબધ્ધ છે.
વિજ કર્મચારીઓને ભાવનગર પહોંચાડવા માટે રોપેક્સ ફેરીમાં તાત્કાલિક વ્યવસ્થા ગોઠવીને આજે ભાવનગરમાં ઘોઘા બંદરે તમામ કર્મચારીઓને પહોંચાડવામાં આવ્યાં છે.
આ તમામ વિજ કર્મચારીઓ ઘોઘા ખાતે ઉતાર્યા બાદ તુરંત જ તેમને સોપાયેલી કામગીરી બજાવવાં માટે ત્વરિત પોતાનાં ગંતવ્ય સ્થાને પહોંચવા નીકળી ગયાં હતાં.
આમ, નિર્ણાયકતા અને ત્વરિત નિર્ણય શક્તિને પગલે ખાસ દરિયાઇ માર્ગે પણ કર્મચારીઓને બોલાવીને લોકોની આ મુશ્કેલીના સમયમાં પણ કોઇ તકલીફ ન પડે તે રીતે રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલતાથી કરવામાં આવી રહ્યું છે.

Related posts

ખસા ગામમાં પાણીની સમસ્યા

editor

साबरमती नदी में ५०,००० क्युसेक पानी छोड़ा गया

aapnugujarat

મુળી તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર

editor

Leave a Comment

UA-96247877-1