Aapnu Gujarat
ગુજરાત

કોરોના વોરીયર્સ તરીકે ખરા અર્થમાં બિરદાવાલાયક કામગીરી કરનાર ડો પંકજ નિમ્બાલક

મહેસાણાથી અમારા સવાદાતા મહેશ આસોડીયા જણાવે છે કે પૈસા માટે બધા પરસેવો પાડે પરંતુ “પર સેવા” માટે પરસેવો પાડે એ આપણા સમાજનો ખૂબ જ અગત્યનો સભ્ય એટલે ડોક્ટર. સેવાધર્મ એટલો તો ગહન છે કે, યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી. પરંતુ મહેસાણા વિસનગર નૂતન હોસ્પિટલમાં કોરોનાની છેલ્લા દોઢ વર્ષથી કપરી કામગીરી કરીને ડો પંકજ નિમ્બાલકર સેવા શબ્દને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.સેવા માર્ગ ભક્તિના માર્ગથી પણ ચડિયાતો છે આ ભાવના નિમ્બાલકરના પરિવારમાં લોહીમાં વણાયેલી છે. મૂળ મહારાષ્ટ્રીયન પરંતુ છેલ્લા દાયકાઓથી ગુજરાlને વતન કરનારા આ પરીવારમાં ડો નિમ્બાલકરના દાદા પ્રભાકર ગાયકવાડી સરકારમાં પ્રાન્ત અધિકારીની ફરજ બજાવી જિલ્લાના નાગરિકોની સેવા કરી છે. ડો પંકજ નિમ્બાલકરના ૮૦ વર્ષીય માતા પ્રમોદીનીબેન ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા હતા જેઓ આજે હાલના મહામારીના સમયમાં આ ઉંમરે જરૂીરીયાતમંદ દર્દીઓને ઘરે ઇન્જેકશન આપી સારવાર કરી રહ્યા છે .જ્યારે તેમનો પુત્ર ધ્રુવ સુરત ખાતે કોરોના વોર્ડમાં અવિરત સેવા બજાવી જનસેવાને સાર્થક કરી રહ્યો છે. તેમની ધર્મપત્ની શ્રેયાબેન નિમ્બાલકર હમેશાં દર્દીઓની સેવા કરવા માટે પરીવારને પ્રોત્સાહન આપી રહ્યા છે.

ડો પંકજ નિમ્બાલકર છેલ્લા ૩૦ વર્ષથી દાકતરી વ્યસાયમાં સેવા સાથે જોડાયેલો છે. તેઓએ જાહેર સેવા આયોગની પરીક્ષા સફળતાપુર્ણ પસાર કરી ગાંધીનગર સહિત મહેસાણા સિવિલ તેમજ ધારપુર સિવિલમાં ફરજ બજાવી છે. હાલમમાં તેઓ નુતન મેડીકલ કોલેજ ખાતે તેમની સેવાઓ આપી રહ્યા છે.કોરોનાના આ કપરા સમયની પ્રથમ અને બીજી લહેરમાં નૂતન હોસ્પિટલમાં નિમ્બાલકર અને તેમના સ્ટાફ પરીવારની સેવાના પગલે અનેક દર્દીઓને નવજીવન મળ્યા છે.પ્રથમ લહેરમાં દાખલ કરેલ ૮૦૦ થી વધુ દર્દીઓને તેમજ ૫૦૦૦ થી વધુ ઓ.પી.ડી સહિત હોમઆઇસોલશનથી દર્દીઓને સાજા કર્યા છે.કોરોનાની આ બીજી લહેર અત્યંત ઘાતક હતી.ભગવાન આ દિવસો ફરી ના દેખાડે તેની આશા સાથે નિમ્બાલકરે જણાવ્યું હતું કે કઠીન સમયમાં પણ નૂતન હોસ્પિટલમાં ૭૦૦ થી વધુ દાખલ થયેલ અને ૬૦૦૦ જેટલા દર્દીઓને ઓ.પી.ડી તેમજ હોમઆઇસોલેશનથી સારવાર કરીને કોરોનાથી મુક્ત કર્યા છે.કોરોનાની આ બીજી લહેરમાં સતત દિવસના ૩૦૦ થી વધુ ફોન એટન્ડ કરી મારી સંસ્થા તેમજ મારો સ્ટાફ દર્દીઓની સેવા સુશ્રુષા કરી રહ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા નૂતન હોસ્પિટલને ૧૭૦ પથારીઓની કોરોનાની સારવાર માટે મંજુરી આપી હતી પરંતુ તે સમયમાં ઓક્સિજનની અછતના પગલે ૧૨૫ થી વધુ કોરોના દર્દીઓને હોસ્પિટલાઇઝ કરી શકતા ન હતા જેનો મને અને મારી સંસ્થાને કાયમ માટે દુ:ખ રહેશે.જોકે ત્યાર બાદ પ્રમુખ પ્રકાશભાઇની દિર્ઘદષ્ટીને પગલે નૂતન સંસ્થા અને દાતાશ્રીઓના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવેલ છે તેમ જણાવ્યું હતુ્ં.અત્રે ઉલ્લેખનીય છેકે ડો પંકજ નિમ્બાલકર કોરોનાના સમયમાં આજ દિન સુધી એક પણ રજા લીધી નથી. તેઓને કોરોના પોઝીટીવ થયા બાદ માત્ર ત્રણ દિવસમાં ફરી ફરજ પર હાજર થયા હતા. અને આ ત્રણ દિવસો દરમિયાન સતત હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓની ચિંતા કરી માર્ગદર્શન આપતા હતા. કોરોનાની બીજી લહેરમાં ડો પંકજ નિમ્બાલકરના સાસુ અને સસરાને કોવિડ થતાં તેમનો પરીવારજન વિદેશ હોવાથી સારવાર માટે મહેસાણા લાવ્યા હતા. સાસુ અને સસરા કોમોર્બિડ હોવાથી કોરોના સામે જંગ હારી ગયા અને તેમનું અવસના થવા છતાં આવી દબાણવાળી માનિસક પરિસ્થિત હોવા છતાં સ્વસ્થ રહી દર્દીઓ સેવા ને મહત્વ આપી તેમની ફરજ અદા કરી હતી.પરીવારમાં હયાત રોગથી પીડાતા તેમજ વયોવૃધ્ધ માતા હોવા છતાં પણ તેમને લોકસેવાને પ્રાધાન્ય આપ્યું છે.

ડો પંકજ નિમ્બાલકર જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને સાંસદ શારદાબેન પટેલ સતત સંપર્કમાં રહીને હોસ્પિટલની સુવિધા અને ખુટતી બાબતોનું અપડેટ મેળવતા હતા જેનાથી અમને પ્રોત્સાહન મળતું હતું.કોરોના દર્દીઓની સારવાર માટે આર.એમ.ઓ ડો તેજસભાઇ,ફીઝીશીયન ટીમ,ડો સિંઘલ સર સહિત ડીન ડો ભરત સરના સતત ફોલઅપને પગલે નૂતન હોસ્પિટલ કોરોનાની સારવારમાં પ્રથમ નંબરે રહી છે.પ્રેમાળ,ધીરજ,હસતા અને આનંદમાં રહેતા ડો. પંકજ નિમ્બાલકર કહે છેકે નતૂન હોસ્પિટલમાં પ્રમુખ પ્રકાશભાઇ પટેલના હકારત્મક અભિગમ થકી કોરોનાની આ પહાડ જેવી મુશ્કેલીનો સામનો હોસ્પિટલના કર્મયોગીઓએ સાથે મળીને કર્યો છે.પ્રકાશભાઇની દર્દીઓ પ્રત્યેની લાગણી તેમજ દિર્ઘદષ્ટીને પગલે આજે નૂતન હોસ્પિટલ ખાતે અસંખ્ય દર્દીઓની સારવાર થઇ રહી છે. ત્યારે ડોક્ટરોને તો ઇશ્વરે દર્દીઓની સેવા કરવાનો અમૂલ્ય અવસર આપ્યો છે.આ અવસર થકી આજે તમામ મુશ્કેલીઓ હોવા છતાં પણ અડીખમ આત્મવિશ્વાસથી દર્દીઓની સેવા કરવા માટે પ્રેરણા મળી રહી છે.તેમણે નાગરિકોને સતત માસ્ક પહેરવા,સોશ્યલ ડિસન્ટન્સ,સેનીટાઇઝેશન સહિત રસીકરણ કરી રાષ્ટ્રને સુરક્ષિત કરવા અપીલ કરી હતી.

Related posts

સુરતમાં હીરાની પેઢી ખોટમાં જતાં ૧૦૦ રત્ન કલાકારોનો પગાર અટવાયો

aapnugujarat

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે બૃહદ બેઠક યોજાઈ

editor

પ્રશાંત મારા સપોર્ટમાં જ રહેશે : નરેશ પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1