Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં હીરાની પેઢી ખોટમાં જતાં ૧૦૦ રત્ન કલાકારોનો પગાર અટવાયો

ડાયમંડ નગરી ફરી વખત ચર્ચાનો વિષય બન્યુ છે. સુરતની એક હીરાની પેઢી ખોટમાં જતાં પેઢીમાં કામ કરતા આશરે ૧૦૦ જેટલા રત્નકલાકારોનો પગાર પણ અટવાયો છે. જેને લઇ રત્નકલાકારોએ સુરત રત્નકલાકાર સંઘનો સંપર્ક કરી રજુઆત કરી છે. રત્નકલાકાર સંઘના જણાવ્યાન પ્રમાણે, ઓએફહીમાં કામ કરતા આશરે ૧૦૦ જેટલા કારીગરોનો ૨૦ લાખ જેટલો પગાર બાકી છે અને પેઢીના માલિકનો મોબાઈલ પણ બંધ હોવાથી સંપર્ક થઈ શક્યો નથી.
હીરા વેપારીઓની માહિતી અનુસાર, કતારગામના ગોટાલાવાડી વિસ્તારના ડાયમંડ હાઉસના છઠ્ઠા માળે મેથલી ડાયમંડ નામથી પેઢી આવેલી છે. આ પેઢીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ આશરે ૧૦૦ જેટલા રત્નકલાકારો ફરજ બજાવે છે. જે રત્નકલાકારોનો આશરે દોઢ માસનો પગાર પણ બાકી છે. ડાયમંડ પેઢીના માલિક જય ધામેલીયાએ એકાએક પેઢી બંધ કરી નાખી છે સંપર્ક વિહોણા બન્યા છે. રત્નકલાકારો સાથે વાતચીત કર્યા બાદ તમામ રત્નકલાકારોને ખાતાએ બોલાવી જય ધામેલીયા પોતે આવ્યા ન હતો.જેથી રત્નકલાકારોએ સુરત રત્નકલાકાર સંઘને રજુઆત કરવા પહોંચ્યા હતા.
પેઢીના માલિક પાસેથી નાણા લેણા નીકળતા હોવાથી લેણદારો પણ કારખાને આવ્યા હતા અને તાળું તોડી સામાન લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પેઢીના ભાગીદારો દ્વારા કતારગામ પોલીસને જાણ કરવામાં અવી હતી. પેઢીમાં કામ કરતા આશરે ૧૦૦ જેટલા રત્નકલાકારો ૨૦ લાખ જેટલો પગાર બાકી છે.

Related posts

હાર્દિક પટેલના વડોદરામાં પ્રવેશ પર પ્રતિબંધની માંગ સાથે કરાયો વિરોધ

editor

સૌરાષ્ટ્ર – કચ્છમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

editor

કાલુપર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1