Aapnu Gujarat
ગુજરાત

મુળી તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

મુળી તાલુકાનાં ગામોમાં છેલ્લા ચાર અઠવાડિયા થી વરસાદ ખેંચાતા ખેડૂતો ઉપર મોટી આફત આવી પડી છે મોંઘા ભાવે બિયારણ,ખાતર, ટ્રેક્ટર થકી વાવણી કરેલ હોય તેમાં વરસાદ ખેંચાતા તમામ ઉભો પાક નિષ્ફળ જાય તેમ છે ખેડૂતોએ બેંક ધિરાણ અને વ્યાજે નાણાં લઈ વાવણી કરી છે ત્યારે ખેડૂતો હજું પણ વરસાદ ખેંચાતા દેવા નાં ડુંગર તળે આવશે તેમ સરલા નાં ખેડૂત આગેવાન નિતીનભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી ને રજુઆત કરવામાં આવી છે વધું માં તેઓએ જણાવ્યું હતું કે મુળી તાલુકાને નર્મદા પાણીનો લાભ મળી શકતો નથી
કેનાલ પણ નથી અને વધુંમાં સરકાર દ્વારા પાક વિમા યોજના બંધ કરી દેવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા નવી યોજના મુખ્યમંત્રી કીસાન સહાય યોજના નાં ધારાધોરણ મુજબ અમો હાલ આવીએ છીએ ત્યારે ખેડૂતો ને પ્રતિ હેક્ટર દિઠ વીસ હજાર એમ વધું માં વધું ચાર હેક્ટર ની મર્યાદા માં સહાય ચૂકવવા ની સરકાર ની ગાઈડ લાઈન મુજબ જ ખેડૂતો હકદાર છે તે બાબતે તાત્કાલિક અસરથી સર્વે ની કામગીરી હાથ ધરી વહેલી તકે ખેડૂતો ને ચુકવવામાં આવે તો જ ખેડૂતો બચી શકે તેમ છે,
ખરેખર તો જ કિસાન સન્માન સરકાર દ્વારા કરવામાં આવ્યું તેમ કહેવાશે
આ બાબતે પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ બાબતે ઉગ્ર રજૂઆત કલેકટર સમક્ષ કરવામાં આવશે.

Related posts

અમદાવાદીઓને આજથી રાસ્કાનું પાણી મળશે

aapnugujarat

ઉમિયા માતા રથયાત્રા વેળા પાસ-ભાજપની વચ્ચે ઘર્ષણ

aapnugujarat

ચીનની અગ્રણી કાર કંપની હાલોલ ખાતે રોકાણ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1