Aapnu Gujarat
ગુજરાત

ચીનની અગ્રણી કાર કંપની હાલોલ ખાતે રોકાણ કરશે

ગુજરાતના હાલોલમાં ચીનની પેસેન્જરકાર કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની શાંઘાઈ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એસએઆઈસી રૂપિયા ૨૦૦૦ કરોડથી વધુનું મૂડીરોકાણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ અંગેના એમઓયુ સમજૂતિ કરાર એસએઆઈસી મોટર્સ ઇન્ડિયાના ડાયરેક્ટર તથા ઉદ્યોગ અગ્રસચિવ એમકે દાસે કર્યા હતા. મુખ્યમંત્રીના પ્રગતિશીલ નેતૃત્વમાં ગુજરાતે વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે ઔદ્યોગિક મૂડીરોકાણો-ઉત્પાદન એકમો શરૂ કરવામાં જે આગેકૂચ કરી છેતેને આ એમઓયુથી નવું બળ મળશે. શાંઘાઈ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને ભારતમાં અન્ય રાજ્યોમાં મૂડીરોકાણ માટે વિચારણા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારની હકારાત્મક ઔદ્યોગિક નીતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ધ્યાનમાં લઇને પોતાના નવા મૂડીરોકાણ માટેૈ ગુજરાતની પસંદગી કરી છે. આગામી પાંચ વર્ષમાં ચીનની આ ખ્યાતનામ મોટરકાર ઉત્પાદન કંપની રાજ્યમાં ૨ હજાર કરોડનું મૂડીરોકાણ કરવાની છે. ૨૦૧૯ સુધીમાં શાંઘાઈ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ગુજરાતમાં વાહનોનું ઉત્પાદન શરૂ કરવાની નેમ ધરાવે છે. વાર્ષિક ૫.૯ મિલિયન વાહનોનું ઉત્પાદન અને ૧૦૬ બિલિયન ડોલરની રેવન્યુ સાથે ૨૦૧૫માં એસએઆઈસી મોટર્સ ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં ૪૬ ક્રમે રહી છે. અંદાજે ૧૦૦૦ લોકોને રોજગારી પૂરી પાડનારા આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર રજિસ્ટ્રેશન, મંજુરી અને અન્ય સહયોગ ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અભિગમ તહેત પૂરા પાડશે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે કંપની પ્રારંભિક તબક્કે વાર્ષિક ૫૦થી ૭૦ હજાર કારનું ઉત્પાદન કરશે. સાનુકુળ બજાર અને માંગના આધારે ઉત્પાદન વધારવાની પણ નેમ તેમણે રાખી છે. આ કંપની યુએસએ, યુકે, જર્મની, થાઈલેન્ડ, હોંગકોંગ અને ભારતમાં હરિયાણા ખાતે ઉત્પાદન એકમો ધરાવે છે. હવે દેશના ઓટોહબ બનેલા ગુજરાતમાં પણ તેઓ મૂડીરોકાણ કરવાના છે.

Related posts

અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો ભારતમાં ધાર્મિક સ્થળો પર હુમલામાં વધારો

aapnugujarat

જંતુનાશક દવાના વિક્રેતા અને ઉત્પાદકો વિરૂદ્ધ ચકાસણી શરૂ : ચીમનભાઈ સાપરીયા

aapnugujarat

બાપુનગરમાં સગીરાની સાથે અડપલા કરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1