Aapnu Gujarat
ગુજરાત

જંતુનાશક દવાના વિક્રેતા અને ઉત્પાદકો વિરૂદ્ધ ચકાસણી શરૂ : ચીમનભાઈ સાપરીયા

કૃષિમંત્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું કે, રાજયના ગરીબ અને મધ્યમવર્ગના ખેડુતોને ગુણવત્તાયુક્ત બિયારણ, રાસાયણિક ખાતર તથા દવાઓ મળી રહે તે માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ વાળી રાજય સરકારે ખેડુતોના હિત માટે દઢ ઈચ્છા શક્તિ દ્વારા બિયારણ, રાસાયણિક, ખાતર અને જંતુનાશક દવાના ઉત્પાદક, વિક્રેતાઓ સામે રાજ્ય વ્યાપી ચકાસણી અભિયાન હાથ ધરાયું હતું જેમાં ૩૫ ટીમ દ્વારા ત્રણેય ઈનપુટના ૩૧૩૮ ડિલરોની ચકાસણી કરી ૩૦૮ જેટલા નમુના લીધા હતા અને ૯૦૦ લાખનો ૧૩૮૨૬ ક્વિન્ટલનો જથ્થો અટકાવાયો હતો તેમજ ઈનપુટ્‌સના વિવિધ કાયદાઓના ભંગ સામે ૧૭૪૧ જેટલા ડીલરોને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું કે, ખેડુતોને ગુણવત્તાયુક્ત ઈનપુટ્‌સ સમયસર મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જેના ભાગરૂપે આ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન દરમિયાન સમગ્ર ગુજરાતમાં કુલ ૩૫ ટીમો દ્વારા બિયારણના કુલ ૨૪ ઉત્પાદક તથા ૧૧૫૧ વિક્રેતાઓ મળી કુલ ૧૧૭૫ ડીલરોની સઘન ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન બિયારણના કુલ ૧૪૭ નમુનાઓ એકઠા કરવામાં આવ્યા હતા અને અંદાજીત ૫૦૫૧ ક્વિન્ટલ જેટલા જથ્થાનું વેચાણ અટકાવાયું છે. જ્યારે અંદાજીત ૧.૯૦ ક્વિન્ટલ જેટલો બિયારણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની અંદાજીત રકમ ૫૯૧ લાખ જેટલી થાય છે. ચકાસણી દરમ્યાન બિયારણ અધિનિયમ ૧૯૬૬, બિયારણ નિયમો-૧૯૬૮ અને બિયારણ હુકમ-૧૯૮૩ની વિવિધ જોગવાઈઓ તથા લાયસન્સની બોલીઓ અને શરતોના ભંગ બદલ ૭૧૬ જેટલા ડીલરોને કારણ દર્શક નોટીસ પણ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આ ટીમો દ્વારા ખાતરના કુલ ૩૩ ઉત્પાદકો અને ૮૧૪ વિક્રેતાઓ મળીકુલ ૮૪૭ ખાતરોના ડીલરોની સઘન ચકાસણી કરવામાં આવી છે. ચકાસણી દરમ્યાન ખાતરના કુલ ૫૩ નમુનાઓ લેવામાં આવ્યા અને ૭૨૯૪ ક્વિન્ટલ જથ્થો અટકાવાયો જેની અંદાજીત કિંમત ૧૨૩ લાખ જેટલી થાય છે. ચકાસણી દરમ્યાન રાસાયણિક ખાતર હુકમ-૧૯૮૫ની વિવિધ જોગવાઈઓ તથા લાયસન્સની બોલીઓ અને શરતોના ભંગ બદલ ૩૯૯ જેટલા ડીલરોને કારણ દર્શક નોટીસ આપવામાં આવી છે.

Related posts

चुनाव को लेकर अहमदाबाद कलेक्टर कचहरी में सिंगल विन्डो

aapnugujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૬૦૦ કરોડનો ખર્ચ થવાની શકયતા

aapnugujarat

અમદાવાદ : ગરમીના પ્રકોપ વચ્ચે લોકો હેરાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1