Aapnu Gujarat
ગુજરાત

બાપુનગરમાં સગીરાની સાથે અડપલા કરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ

શહેરના બાપુુનગર વિસ્તારમાં ૧૩ વર્ષની એક સગીર બાળાને પાડોશી યુવકે લલચાવી ફોસલાવી પોતાના ઘરમાં બોલાવી જાતીય છેડછાડ અને અડપલાં કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બાળાના પરિવારજનોને ઘટનાની જાણ થતાં આરોપી નિઝામ વિરૂધ્ધ બાપુનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે નાસી ગયેલા આરોપી યુવક નિઝામને પકડવાની દિશામાં તપાસનો દોર આગળ ધપાવ્યો છે. આ બનાવની વિગત એવી છે કે, શહેરના બાપુનગર વિસ્તારમાં ગઇકાલે બપોરે ઝંુપડપટ્ટી વિસ્તારમાં રહેતી એક ૧૩ વર્ષની સગીર બાળાને પાડોશમાં રહેતા યુવકે લલચાવી ફોસલાવી કામના બહાને પોતાના ઘેર બોલાવી હતી અને બાદમાં તેની સાથે શારીરિક અડપલા કરી જાતીય છેડછાડ કરી હતી.
આરોપી નિઝામ સગીરાને વધુ કોઇ દુષ્કર્મનો ભોગ બનાવે તે પહેલાં જ બાળાના પરિવારજનો તેને શોધતા ત્યાં આવી પહોંચ્યા હતા અને આરોપીના દુષ્કૃત્યનો પર્દાફાશ થયો હતો. જો કે, આરોપી ડરનો માર્યો ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયો હતો. બીજીબાજુ, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને લોકોએ આરોપીના ઘૃણાસ્પદ કૃત્ય પરત્વે ફિટકાર વરસાવ્યો હતો. દરમ્યાન સગીરાના પરિવારજનો તરફથી બાપુનગર પોલીસમથકમાં પોક્સો સહિતની કલમો હેઠળ આરોપી પાડોશી યુવક નિઝામ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

પોરબંદરમાં ચણાની રૂા.૪૦ કરોડની ખરીદી : ૧લી માર્ચથી સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી હતી

aapnugujarat

अमित शाह २९ को अहमदाबाद के दौरे पर

aapnugujarat

તસ્કરો એટીમ ઉઠાવી જતાં ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1