Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર ખાતે ‘રોજગાર દિવસ’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ,

સમગ્ર રાજ્યમાં “૫ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” કાર્યક્રમ અંતર્ગત ‘રોજગાર દિવસ’ નિમિત્તે આજરોજ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મેગા જોબ ફેર અને નિમણુંક પત્રોના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર સ્થિત પંડીત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે નર્મદા અને શહેરી ગૃહ નિર્માણના રાજય કક્ષાના મંત્રીશ્રી યોગેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નિમણુંક પત્ર /રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

    આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી યોગેશભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની સરકાર ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા પ્રયાસ કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ આજે છેવાડાના માનવીને મળી રહ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના અહેવાલ મુજબ રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે, તેમજ બેરોજગારી દર પણ ગુજરાતમાં સૌથી નીચો છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ૧૬૪૨ ઓનલાઇન ભરતી મેળા થકી ૯૦ હજારથી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, યુવાનોને રોજગારી મળી રહે તેવા હેતુથી યોજનાબદ્ધ ભરતી મેળા, તાલુકા/જી.આઇ.ડી.સી.કક્ષાએ જોબફેર, જિલ્લા સ્તરે ત્રિમાસિક જોબફેર અને ક્લસ્ટર મેગા જોબફેરનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં એક લાખથી વધુ એપ્રેન્ટિસોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ ૪૬,૦૦૦ થી વધુ ઉમેદવારોને તાલીમબધ્ધ કરી ૧૫ હજારથી વધુ તાલીમાર્થીઓને રોજગારી આપવામાં આવી છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ અને કિરીટસિંહ રાણા તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી વર્ષાબેન દોશીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી યુવા અને રોજગારી ક્ષેત્રે અમલીકૃત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોજગારી મેળવેલ ઉમેદવારોને નિમણૂક પત્ર તેમજ રોજગારી પત્રો એનાયત કરવા આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ૧૦૭ ઉમેદવારોને સરકારી એકમમાં અને ૬૦૦ ઉમેદવારોને ખાનગી એકમોમાં નિમણૂક પત્રો અને રોજગારી પત્રો એનાયત કરાયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી શ્રી જે. ડી. જેઠવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સુરેન્દ્રનગર આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી પી.કે. શાહે આભારવિધી કરી હતી.

આ તકે ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા કલેકટરશ્રી એ. કે. ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન. કે. ગવ્હાણે, સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાના પ્રમુખશ્રી વિરેન્દ્ર આચાર્ય, પ્રાંત અધિકારીશ્રી એ.કે. ગોસ્વામી તેમજ અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, શંકરભાઈ વેગડ, ધનરાજભાઈ કૈલા, નાગરભાઈ જીડીયા, મહેન્દ્રભાઈ પટેલ અને ચંદ્રશંકર દવે સહિત લાભાર્થી ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કોંગ્રેસને ફટકો : એકલા હાથે ચૂંટણી લડવા એનસીપી તૈયાર

aapnugujarat

તા. ૧૯/૦૮/૨૦૧૭ ના રોજ ભરૂચ જિલ્લા નાગરિક પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાશે

aapnugujarat

गुजरात में कांग्रेसी विधायक के घोटालों का बचाव करने में लगे बीजेपी नेता…!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1