Aapnu Gujarat
ગુજરાત

બાઈક ચોરી કરતા બે ચોરો ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા બીજલભાઇ કરમટીયાને મળેલ માહિતી મુજબ તેઓ શિહોર તાલુકાના ખાખરીયા ગામના પાટીયા પાસે રોડ ઉપર શંકાસ્પદ વાહનોની વોચમાં હતાં.તે દરમ્યાન હોન્ડા કંપનીનાં નંબર પ્લેટ વગરનાં શંકાસ્પદ ડ્રીમ યુગા મોટર સાયકલ સાથે ધ્રુવરાજસિંહ દશરથસિંહ ગોહિલ ઉ.વ.૨૧ રહે.૨૦૧,આવડ કૃપા રેસીડન્સી,પંચવટી સોસાયટી,નારી રોડ,ભાવનગર રહે.મુળ-ટાણા તા.શિહોર જી.ભાવનગરવાળા તથા હિરો કંપનીનાં નંબર પ્લેટ વગરનાં શંકાસ્પદ સપ્લેન્ડર મોટર સાયકલ સાથે વિશાલ જયેશભાઇ સરાહા ઉ.વ.૨૦ રહે.૨૦૧, આવડકૃપા રેસીડન્સી, પંચવટી સોસાયટી, નારી રોડ, ભાવનગર રહે.મુળ-ગાંફ તા.ધોલેરા જી.ભાવનગરવાળા મળી આવેલ. તેઓ બંને પાસે મોટર સાયકલ અંગેનાં આધાર-પુરાવાઓ માંગતાં નહિ હોવાનું જણાવેલ.જેથી આ બંને મોટર સાયકલનાં એન્જીન નંબર તથા ચેસીઝ નંબર પોકેટ કોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી સર્ચ કરતાં ડ્રીમ યુગા મો.સા.નાં માલિકનું નામ-સરનામું અમદાવાદ શહેર તથા સ્પ્લેન્ડર મો.સા.નાં માલિક નું નામ-સરનામું નર્મદ તા.જી.ભાવનગર નાંઓનું હોવાનું જણાય આવેલ. જે બંને મો.સા. તેઓએ ચોરી અગર તો છળકપટ થી મેળવેલ હોવાનું જણાય આવતાં ડ્રીમ યુગા મો.સા.ની કિ.રૂ.૨૫,૦૦૦/- તથા સ્પ્લેન્ડર મો.સા.ની કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. તેઓ બંને ઇસમોને હસ્તગત કરી તેઓ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ.
મજકુર બંને ઇસમોની પુછપરછ કરતાં તેઓ બંનેએ તા.૦૨/૦૮/૨૦૨૧નાં રોજ બપોરનાં સમયે હિમાલીયા મોલનાં પાર્કીંગમાંથી ડ્રીમ યુગા મોટર સાયકલ ડાયરેકટ કરી ચોરી કરેલ. તેઓ બંનેએ તા.૦૩/૦૮/૨૦૨૧નાં રોજ બપોરનાં સમયે વાઘાવાડી રોડ ઉપર આવેલ ICICI બેંકનાં બિલ્ડીંગનાં પાર્કીંગમાંથી હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલમાં લોક નહિ હોવાથી ડાયરેકટ કરી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.

આ મો.સા. અંગે રેકર્ડ ઉપર ખાતરી કરતાં આ બંને સ્કુટર પૈકી ડ્રીમ યુગા મો.સા. અંગે ભાવનગર શહેર,નિલમબાગ પો.સ્ટે. મો.સા. ચોરીનો ગુન્હો દાખલ થયેલ હોવાનું જણાય આવેલ.

આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાસાહેબ તથા એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, જયદાનભાઇ લાંગાવદરા, સાગરભાઇ જોગદિયા પો.કોન્સ. બીજલભાઇ કરમટીયા, સંજયભાઇ ચુડાસમા તથા ડ્રાયવર બ્રીજરાજસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Related posts

राज्य में आतंकवादियों द्वारा लोन वुल्फ अटेक की दहशत

aapnugujarat

કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટેના ઉમેદવારોના માપદંડો દૂર

aapnugujarat

રસ્તાઓના રિસરફેસીંગ-રિપેરીંગ માટે સરકાર ખર્ચશે ૧૬૦ કરોડ રૂપિયા

editor

Leave a Comment

UA-96247877-1