Aapnu Gujarat
ગુજરાત

ખસા ગામમાં પાણીની સમસ્યા

ગામના રાજકીય વગ ધરાવતાં મોટા નેતા હોવાં છતાં લોકોને પાણી માટે મુશ્કેલી કેટલાં વિસ્તારમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે પણ અમુક ગામોને આવી કાળઝાળ ગરમીમાં પણ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યાં છે. બનાસકાંઠા જીલ્લાનાં કાંકરેજ તાલુકાનાં કાકર તેમજ ખસા ગામના લોકોને પાણી ન મળતા આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે પાણી વગર માણસ ને જીવવું અઘરું છે કાકર ગામના સરપંચ દ્વારા તાલુકામાં લેખીત અને મોખીત રજૂઆત કરવામાં આવી છે છતાં કોય ધ્યાન ઉપર લેતું નથી તંત્રને મીડિયાના અહેવાલથી વારંવાર રજુઆતો કરવામાં આવી પરંતુ કોઈ જ ગામના લોકો પ્રત્યે ધ્યાનમાં લેવામાં આવતું નથી જેમાં મળતી માહિતી મુજબ ખસા ગામે રહેતા ઈંદિરા નગરના લોકોને આકોલી ગામનાં અમુક સેવાભાવી લોકો દ્વારા પોતાના પૈસાથી પાણીના ટેન્કર લાવી આપે છે જેમાં ખસા ગામના ઇન્દિરા નગરમાં પાણીની ટાંકી તેમજ અવાડા બનાવેલ છે પરંતુ બનાવા ખાતર જ બનાવેલ છે જેમાં પાણીનું ટીપું પાણી પણ જોવા મળતું નથી અને લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યાં છે.
હવે પછી આ મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે કે પછી આખ અડા કાન કરશે એ તો આવનાર સમયજ બતાવશે બીજીબાજુ પણ વાત કરવામા આવે તો ખસા ગામનાં રાજકીય વગ ધરાવતા મોટા નેતા હોવા છતાં ગામ લોકોને પાણી માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. મોટી મોટી વાતો કરવા વાળા નેતાવોએ પહેલા પોતાના ગામની શુ તકલીફ છે તે ધ્યાને લઇને તે તકલીફોને તાજકાલી દુર કરવી પડે ? પણ આવા રાજકીય વગ ધરાવતા નેતા જો કોય ગરીબને મદદ કરેતો નાના થય જાય છે માટે ગરીબનુ થાવું હોય તે થાય આપણુ તો બધુ બરાબર જ છે. મિનરલ વોટર પીનારા નેતાઓને ક્યા ખબર છે ગરીબ લોકો કેવું ક્યાથી લાવીને પાણી પીવે છે અને ચુંટણીનો ટાઇમ આવે એટલે આવા નેતાઓ ધારાસભ્યની ટિકિટ લેવા માટે પણ રીસાય જાય, પણ ગામમાં પાણીની તકલીફ હોવા છતાં તંત્રને ફોન કરવાનું પણ ટાઇમ નથી અને ચુંટણી ટાઇમે આવા નેતાઓ ધારાસભ્ય બનવા નીકળી પડે છે.
(તસ્વીર/અહેવાલઃ મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

હિંમતનગરની માં ગાયનેક હોસ્પિટલ વિરુદ્ધ સ્થાનિક લોકોએ કલેકટરને આવેદનપત્ર સોંપ્યુ

editor

સાબરકાંઠા ખાણ અને ખનીજ વિભાગના સિક્કા ચોરાયા

editor

તલોદમાં રાહુલ ગાંધીના જન્મદિનની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1