Aapnu Gujarat
Uncategorized

હવે આસાનીથી મળશે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન

મ્યુકોરમાઈકોસિસ બીમારી એ સરકાર માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કોરોનાથી રિકવર થતા દર્દીઓને લાગુ થઈ રહેલી આ બીમારી જીવલેણ સાબિત થઈ રહી છે. રેમડેસિવિરની કાળાબજારી અટકાવ્યા બાદ હવે મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારી અટકાવી સરકારની જવાબદારી છે. સાથે જ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે મ્યુકોરમાઇકોસિસના ઈલાજમાં વપરાતા એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન સરળતાથી દર્દીઓના સગાને મળી રહે તે અંગે રાજ્ય સરકારે તજવીજ હાથ ધરી છે.અમદાવાદમાં બે સ્થળોથી દર્દીઓના સગાઓને ઇન્જેક્શન મળશે. સોલા સિવિલ હોસ્પિટલ તેમજ એસવીપી હોસ્પિટલથી એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન મળશે. અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના વિતરણ માટે કમિટી બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ સોલા હોસ્પિટલ ખાતે એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનનો જથ્થો પહોંચ્યો નથી. એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન દર્દીઓના સ્વજનોએ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. જેમ કે, દાખલ દર્દીના કેસની વિગત, દર્દીના આધાર કાર્ડની નકલ, મ્યુકરમાઇકોસિસના નિદાનની નકલ, સારવાર આપતા તબીબનો ભલામણ પત્ર રજૂ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ ખરાઈ કર્યા બાદ જ એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન નિશ્ચિત કરાયેલી હોસ્પિટલથી દર્દીના સગાને મળી શકશે.સરકારે ૩.૧૫ કરોડના ખર્ચે પાંચ હજાર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. જીએમએસસીએલ દ્વારા અમદાવાદમાં આવેલી સોલા સિવિલ, એસવીપી હોસ્પિટલ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, જામનગર, સુરત, વડોદરા ખાતે આવેલી હોસ્પિટલથી એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનનું વિતરણ કરાશે.ઉલ્લેખનીય છે કે, મ્યુકોરમાઇકોસિસના અગાઉ વર્ષ બેચાર કેસ નોંધાતા હતા, પરંતુ કોવિડના સમયમાં જે દર્દીઓ ડાયાબિટિક હતા અને સ્ટીરોઇડ દવાઓ અપાઇ હતી, તેઓની ઇમ્યુનિટિ ઓછી થતા આ રોગ થાય છે.

Related posts

શિલ્પાએ લગ્નના આઠ વર્ષ બાદ રાજ કુન્દ્રા સાથે લગ્નનું સીક્રેટ ખોલ્યું

aapnugujarat

કાળુભાર નદીમાં ચાર તણાયા : બેના મૃતદેહ મળ્યા

editor

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાયાત્રાનું વેરાવળ તાલુકાનાં ગામોમાં પરિભ્રમણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1