Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીએમ મોદીએ મહામારી ૫૪ જિલ્લા કલેક્ટરો સાથે કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી પર કાબૂ મેળવવા બાબતે ૧૦ રાજયોના ૫૪ જિલ્લા કલેક્ટરો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. મોદીએ કહ્યું કે, ‘ગત વર્ષની મહામારી હોય કે પછી હાલના સમયની, દરેક મહામારીએ એક જ વાત શીખવી છે. મહામારી સામે લડવા માટે આપના વ્યવહારમાં સતત બદલાવ અને નવીનતા જરૂરી છે.
વાઈરસ સ્વરૂપ બદલાવામાં માહેર છે, તો આપનો વ્યવહાર અને સ્ટ્રેટેજી પણ ડાયનેમિક હોવી જોઈએ.બીજી લહેર વચ્ચે વાઈરસ મ્યૂટેન્ટનું કારણ હવે યુવાઓ અને બાળકો માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમે જે રીતે ફિલ્ડ પર કામ કર્યું છે તેના કારણે આ ચિંતાને ગંભીર થવાથી અટકાવવામાં મદદ તો મળી જ છે, પરંતુ આપણે આગળ પણ આ માટે તૈયાર રહેવું પડશે.’
વડાપ્રધાન જે ૧૦ રાજ્ય કલેકટરો સાથે બેઠક યોજી હતી., એમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, ઓરિસ્સા, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ અને પુડુચેરીનો સમાવેશ થાય છે.
બેઠકમાં મમતા બેનર્જી પણ સામેલ થયા હતા, તેથી તેમણે બંગાળના કોઈ ડીએમને બેઠકમાં સામેલ થવા દીધા નહોતા.

Related posts

અમરનાથ ગુફામાં શિવનાદ અને ઘંટનાદ પર પ્રતિબંધ

aapnugujarat

હવામાન વિભાગે જાહેર કર્યું ચોમાસાનું પૂર્વાનુમાન

editor

सुशील मोदी का ट्वीट- सुशासन के मुद्दे पर एनडीए में कोई मतभेद नहीं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1