Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવામાન વિભાગે જાહેર કર્યું ચોમાસાનું પૂર્વાનુમાન

હવામાન વિભાગે ૨૦૨૧ વર્ષ માટે ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ અનુસાર આ વખતે સામાન્ય હવામાન રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ સામાન્ય રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અલ નીનોની અસર ઓછી રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી દેશના અલગ-અલગ હિસ્સામાં ક્યાંક સામાન્ય તો ક્યાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દરમિયાન (જૂનથી સપ્ટેમ્બર) વરસાદ પડે છે. આ વખતે આ ત્રણ મહિનામાં ૯૬ ટકાથી ૧૦૪ ટકા વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે સમગ્ર દેશમાં ૭૫ ટકા સુધી વરસાદ લાવનારું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આ વખતે સામાન્ય રહેશે.
હવામાન વિભાગ મુજબ, વરસાદના લગભગ ૯૮ ટકા રહી શકે છે. આ જાણકારી મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ ના સચિવ એમ. રાજીવનએ આપી. હવામાન વિભાગ મુજબ, સારો વરસાદ આપણા એગ્રીકલ્ચર પ્રોડક્શનને વધારવામાં મદદ કરશે.હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આ વર્ષે પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત ઓડિશા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને આસામમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.બીજી તરફ, સ્કાયમેટ તરફથી જાહેર કરવામાં આવેલા ચોમાસા ૨૦૨૧ના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે ૧૦૩ ટકા વરસાદનું અનુમાન છે. દેશના મોટાભાગના હિસ્સામાં સામાન્ય ચોમાસાની શક્યતા છે. જુલાઈ ઓગસ્ટમાં વધુ વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદની આશા છે.

Related posts

काबूल में धमाका हुआ, ८० से अधिक की मौत, कई घायल

aapnugujarat

उत्तरप्रदेश में चार बड़े अफसरों पर आयकर विभाग का छापा

aapnugujarat

પૂંચમાં પાક.નું હેલિકોપ્ટર દેખાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1