Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપી-બિહારની ટ્રેન સુપરસ્પ્રેડર બની શકે છે

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ એની ચરમસીમાએ પહોંચી ગયું છે. એવામાં સરકાર કોરોના મહામારી પર પ્રતિબંધ લગાવવા કડક પગલાં ઉઠાવી રહી છે, જેથી સ્થાનિક પ્રવાસી મજૂરોમાં ગત વર્ષની જેમ ઓચિંતા લોકડાઉનનો ભય ઘર કરી ગયો છે. રાજ્યના વિવિધ વિસ્તારો સહિત મુંબઈથી પ્રવાસી મજૂરો પાછા પોતાના વતન તરફ જવા નીકળી પડ્યા છે. મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર અત્યારે પગ મૂકવાની પણ જગ્યા નથી. લોકો જનરલ કોચમાં એકબીજા ઉપર બેસીને યાત્રા કરી રહ્યા છે. પુણે અને નાગપુરમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ પ્રમાણેની બેદરકારીભરી મુસાફરી સુપરસ્પ્રેડર બની શકે છે. ભાસ્કરે આવી પરિસ્થિતિ સર્જાતાં ન્‌્‌ સ્ટેશન પહોંચીને જાણ્યું હતું કે શું લોકોમાં કોરોનાથી વધુ ભય લોકડાઉનનો છે?
સ્ટેશન પર જનરલ કોચમાં ક્ષમતાથી બમણા યાત્રીઓ સવાર હતા. તેઓ ટ્રેનમાં સરખી રીતે ઊભા રહે એટલી પણ જગ્યા નહોતી જણાઈ. મોટા ભાગે લોકોએ તેમના ચહેરા માસ્ક અને કાપડથી ઢાંક્યા હતા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતું કરાયું. સીટ અને ફ્લોર પર જગ્યા ના મળી તો લોકો છાપરા પર ચાદર પાથરીને પણ બેસી ગયા હતા. ગોરખપુર જઈ રહેલી ટ્રેનમાં લોકો બહાર ટીંગાઈને પણ સફર કરવા માટે રાજી થઈ ગયા હતા.
લખનઉ જઈ રહેલા પરવેઝ આલમે કહ્યું હતું કે લોકડાઉનની આશંકાઓને પગલે રોજગારી છીનવાઈ ગઈ છે, અહીં શું કરીશું હવે. સંક્રમણની પ્રથમ લહેરમાં ેંઁના યાત્રી રામેશ્વર ફરીથી મુંબઈ આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેટલાક દિવસો પહેલાં જ મને એક પ્રાઈવેટ કપડાં બનાવતી ફેક્ટરીમાં કામ મળ્યું હતું, પરંતુ લોકડાઉનને પગલે ૪ દિવસ પહેલાં માલિકે મને કામથી નિકાળી દીધો હતો, જેથી હવે હું મારા વતન પરત ફરી રહ્યો છું. ેંઁ જઈ રહેલા સર્વેશે કહ્યું હતું કે ગત વર્ષની જેમ પગપાળા જવા કરતાં સારું છે કે ૩૦-૩૫ કલાક આ ટ્રેનમાં સફર કરી લઉં.
લાંબી સફર ખેડવાની ટ્રેનમાં વધતા જતા પ્રવાસીઓની સંખ્યાનું બીજું મોટું કારણ યુપીમાં પંચાયતી ચૂંટણીનું પણ હોઈ શકે છે. લોકો તેમની પસંદના સત્તાધીશને મત આપવા માટે પોતાના ગામ પરત ફરી રહ્યા હોય તેવું પણ બની શકે છે. હાલ યુપીમાં ૧૪થી ૨૮ એપ્રિલ સુધી મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ જ કારણ છે કે યુપી-બિહારની ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ પણ લાંબું છે.
કોંગ્રેસના નેતા સંજય નિરુપમ ન્‌્‌ સ્ટેશને પહોંચ્યા હતા. તેમણે લોકોને સમજાવ્યા પણ હતા. સંજયે કહ્યું હતું કે લોકોમાં લોકડાઉનનો ભય છે. આ ટ્રેનમાં જે ભીડ જઈ રહી છે એનાથી બીજાં રાજ્યોમાં પણ કોરોનાનું સક્રમણ ફેલાઈ શકે છે. શું આ લોકો પાછા આવશે ત્યારે કોરોના ભાગી ગયો હશે? મજૂરો પર લોકડાઉન એેક આફત બનીને આવ્યું છે, તે બેરોજગાર થઈ ગયા છે. સરકાર જેમ બને એમ જલદી લોકડાઉનના નિર્ણયને પાછો ખેંચે.
આટલી બધી ભીડ જોઈને રેલવેએ યાત્રીઓને અપીલ કરી હતી કે ટ્રેનામાં બુકિંગને લઈને ચાલતી અફવાઓ પર ભરોસો ના કરો. રેલવે ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટ્રેન ચલાવતી જ હોય છે. મહામારીને ધ્યાનમાં રાખીને આ પ્રમાણે ભીડ ના કરો. ટ્રેન છૂટે એની ૯૦ મિનિટ પહેલાં જ સ્ટેશન પર આવો અને કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરો.
કડાઉન પછી ટ્રેનને કોવિડ ગાઈડલાઈન પ્રમાણે ચલાવાઈ રહી છે, જેથી જનરલ કમ્પાર્ટમેન્ટમાં પણ રિઝર્વેશન ટિકિટ વગર યાત્ર કરવાની પરવાનગી આપવામાં આવતી નથી.

Related posts

હવે ભારતીયોને ‘વાંદરા’ કહીને નવા વિવાદમાં ફસાયા પિત્રોડા

aapnugujarat

Union HM Amit Shah moves statutory resolution in LS to extend Prez Rule in J&K for 6 months

aapnugujarat

सरकार को अल्टीमेटमः २० तक तय करे राष्ट्रपति प्रत्याशी : सीताराम येचुरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1