Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હવે ભારતીયોને ‘વાંદરા’ કહીને નવા વિવાદમાં ફસાયા પિત્રોડા

ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ યુવાઓને રાજકારણમાં લાવવાની વાત કરી. સાથો સાથ પોતે સરકારમાં સામેલ થાય એ સંભાવનાને પણ રદ કરી. પણ આ વખતે સામ પિત્રોડાએ ભારતીયો દ્વારા મોબાઈલના ઉપયોગ પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
સામ પિત્રોડાએ કહ્યું કે, ભારતીય કનેક્ટિવિટીનો ઉપયોગ યોગ્ય રીતે કરતા નથી. પરંતુ તમે જાણો છો કે, આજે વિશ્વમાં એક નવું રમકડું આવ્યું છે. અચાનક કપિરાજના હાથમાં એક નવું રમકડું આપી દેવામાં આવે છે. તો તે તેની સાથે ખિલવાડ કરે છે. તે એ નથી જાણતા કે આનું શું કરવું જોઈએ?
તો રાજકારણમાં ઝંપલાવવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારૂ અંગત રીતે માનવું છે કે, યુવાઓને રાજકારણમાં લાવવાની જરૂર છે. હવે અમારી ઉંમરના લોકોએ પીછેહટ કરવી જોઈએ. જો કોઈ મને સરકારમાં સામેલ થવા અંગે કહે તો હું એ વાતનો સ્વીકાર કરીશ નહીં. મારો સમય ખતમ થઈ ચૂક્યો છે. જોકે, ક્યારેક લોકોને આવું પગલું લેવું ભારે લાગે છે.જો કે આ નિવેદનને લઇ આલોચના થયા બાદ પિત્રોડા એ એ કહેની પોતાના નિવેદનને બચાવાની કોશિષ પણ કરી કે તેમની વાતનો ખોટો મતલબ કરાયો છે. બીજીબાજુ પિત્રોડા એ ‘ન્યાય’ યોજનાને લઇ આપેલા એક બીજા નિવેદનનો પણ ખોટો મતલબ કાઢવાની વાત કહી છે. પિત્રોડાનું કહેવું છે કે તેમને કયારેય કહ્યું નથી કે ન્યાય યોજના માટે મધ્યમ વર્ગ પર વધુ ટેક્સ નાંખવો પડશે.

Related posts

बिहार में फिर बढ़ाया गया लॉकडाउन

editor

પાર્ટી સંગઠનમાં રાહુલે ફેરફારો કર્યા : અહેમદ પટેલ કોષાધ્યક્ષ

aapnugujarat

ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર પણ સુકો જવાની શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1