Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટીવી પર ઘર-ઘર સુધી પ્રચાર, આચારસંહિતાના લીરે લીરા ઉડ્યા

લોકસભાની ચૂંટણી જાહેર થતા જ દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. દેશમાં ચારેતરફ આ વખતે વડાપ્રધાન કોણ બનશે તે અંગેની ચર્ચા ચાલી રહી છે. દેશમાં ચૂંટણી પ્રચારની મોસમ સોળેકળાએ ખીલી ઉઠી છે. આચારસંહિતાનો અમલ થાય તે જોવાનું કામ ચૂંટણી પંચનું છે પરંતુ ચૂંટણી પંચ નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું જણાય છે. મોદીની યોજનાઓનો પ્રચાર હવે ઘર ઘર સુધી થવા લાગ્યો છે.
લોકોના ટેલિવિઝન સેટ પ્રચારનું માધ્યમ બની ગયા છે. વડાપ્રધાનનો પ્રચાર મનોરંજનના મંચ પરથી એ રીતે થઈ રહ્યો છે જેને લઈને ક્યાં ક્યાં પ્રચાર પર રોક લગાવવી તેને લઈને સ્વયં ચૂંટણી પંચ પણ દુવિધામાં મુકાયું છે.આજકાલ ટીવી પર આવતી મનોરંજન સીરિયલોમાં પણ વડાપ્રધાનની જાહેરાતો ચાલુ થઈ છે. આ પ્રકારની જાહેરાતોમાં પ્રચાર ઓછો અને મોદીના ગુણગાન વધુ ગાવામાં આવી રહ્યા હોવાનું જણાયું છે.
ટિ્‌વટર પર એક પેરોડી એકાઉન્ટ પર આવા કેટલાક વીડિયો શેર કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, ભાભીજીના નામ પર આવતી એક પ્રચલિત સીરિયલના અનેક ભાગોમાં વડાપ્રધાન મોદીના ગુણગાન ગાવામાં આવ્યા છે. ૪ એપ્રિલના રોજ એક એપિસોડમાં આ પ્રકારે કલાકારો સરકારના તેમજ એક વ્યક્તિના વખાણ કરતા જોવા મળે છે. આ પ્રકારે જાણી જોઈને એજન્ડાને પ્રમોટ કરવામાં આવી રહ્યા હોય તેવું જણાય છે. સ્ક્રિપ્ટ મુજબ એક વખત કોઈનો ઉલ્લેખ થાય તો બરોબર છે પરંતુ વારંવાર અલગ-અલગ સીરિયલોમાં એક જ પાર્ટી અને નેતાના વખાણ કરવામાં આવે તે પ્રચારથી ઓછું ના કહેવાય.નવાઈની વાત એ છે કે સીરિયલના કલાકારો એ જ લાઈન બોલે છે જે પક્ષ પોતાના કેમ્પેઈનમાં રજૂ કરે છે. વર્તમાન વડાપ્રધાનની છબિને વધુ મહાન દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તેમનો કોઈ વિકલ્પ નથી તેવું પણ ટીવી પર લોકોને પીરસવામાં આવે છે.આવા કાર્યક્રમો હજુ સુધી ચૂંટણી પંચની નજરમાં શા માટે નથી આવ્યા તે પણ એક યક્ષપ્રશ્ન છે. જે સંસ્થાનું કામ આવી ગતિવિધિઓ પર નજર રાખવાનું છે તે શા માટે કુંભકર્ણ નિંદ્રામાં છે. આ પ્રકારનો પ્રચાર ઝી એન્ટરટેઈન્મેન્ટની એક સીરિયલમાં પણ કરાયો છે. આ બન્ને ચેનલ એસ્સેલ ગ્રૂપ સાથે સંકળાયેલી છે. આ ચેનલના માલિક પણ રાજ્યસભાના સાંસદ છે અને ભાજપના સમર્થક છે. શું ચૂંટણી પંચ આવી સીરિયલો સામે કોઈ પગલાં લેશે તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે.

Related posts

मोदी सरकार का फैसला : अब 24 सप्ताह में भी कराया जा सकेगा गर्भपात

aapnugujarat

કાલ કર સો આજ કર, આજ કર સો અબ, દેશ મેં ફૈલા હુઆ હૈ પૂરા રોષ, જલ્દ સે દેદો પાકિસ્તાન કો મોક્ષ

aapnugujarat

जीवन प्रत्याशा में इजाफे की वजह से बढ़े रिटायरमेंट की उम्र

aapnugujarat

Leave a Comment

UA-96247877-1