Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાલ કર સો આજ કર, આજ કર સો અબ, દેશ મેં ફૈલા હુઆ હૈ પૂરા રોષ, જલ્દ સે દેદો પાકિસ્તાન કો મોક્ષ

જમ્મુ કાશ્મીરમાં પુલવામાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓ દ્વારા ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ આજે સતત બીજા દિવસે દેશમાં આક્રોશ અને ગમનો માહોલ રહ્યો હતો. દેશના મોટાભાગના શહેરોમાં લોકો પાકિસ્તાનના ત્રાસવાદી કેમ્પો ઉપર હુમલા કરવા અને આતંકવાદીઓનો સફાયો કરવાની ઉગ્ર માંગ કરતા જાહેર રસ્તા ઉપર આવી ગયા હતા. હિંસક દેખાવો કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને પાકિસ્તાની ધ્વજ સળગાવવામાં આવ્યા હતા. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના પુતળા સળગાવવામાં આવ્યા હતા. ઘણી જગ્યાઓએ તો પોલીસને નારાજ લોકોને દૂર કરવા માટે મુશ્કેલી અનુભવી હતી. તમામ વિસ્તારોમાં લોકો પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા પોતે જ માંગ કરતા નજરે પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્પષ્ટ અને તીખી પ્રતિક્રિયા આપવામાં આવ્યા બાદ સર્જિકલ હુમલા કરવામાં આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. દેશના લોકો આના માટે માંગ પણ કરી રહ્યા છે.જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ બેઠકોનો દોર આજે પણ જારી રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ગઇકાલે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલા તરીકે આને ગણવામાં આવે છે. ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. આમાથી એક ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વર્ષોથી સક્રિય રહ્યા છે અને આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન અને ઓપરેશન ઓલઆઉટ યુદ્ધના ધોરણે જારી છે ત્યારે આ આતંકવાદી હુમલાને મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. જૈશના અફઝલ ગુરુ સ્કવોડે અગાઉ પણ અનેક હુમલાઓને અંજામ આપ્યા છે. શ્રીનગરના લાલચોક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સાત પોલીસ જવાનો શહીદ થયા હતા. આ પહેલા ૩૦ અને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે પુલવામામાં બીએસએફના જવાનો ઉપર પણ આ ત્રાસવાદી ટોળકીએ હુમલો કર્યો હતો.
જમ્મુકાશ્મીરમાં ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ હવે મોદી સરકાર શુ જવાબ આપે છે તે બાબત પણ તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કારણ કે ઉરી હુમલા બાદ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક હુમલા કરવામાં આવ્યા હતા.આક્રોશને ધ્યાનમાં લઇને પણ સરકાર પગલા લઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા બાદ લોકો ગુસ્સામાં જાહેર માર્ગો ઉપર આવી ગયા હતા. જમ્મુમાં હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે અનેક વાહનોને ફૂંકી મારવામાં આવ્યા છે. સ્થિતિ વણસી જતાં સંચારબંધી લાગૂ કરવામાં આવી છે. ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સેનાએ પણ લોકોને સહકાર આપવા માટે અપીલ કરી છે. ગઇકાલે જમ્મુથી શ્રીનગર જતાં સીઆરપીએફના કાફલા ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં મોટી ખુવારી થઇ હતી. દેશના અન્ય ભાગોમાં પણ દેખાવોનો દોર જારી રહ્યો છે. સીઆરપીએફ કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તમામ શકમંદ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. શંકાસ્પદ લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ બ્લાસ્ટમાં પ્રાથમિક અહેવાલ મુજબ આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો પરંતુ આ બ્લાસ્ટમાં યુરિયા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતા રસાયણનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો જે વધારે ખતરનાક સંકેત આપે છે અને આમા સ્થાનિક લોકોની સંડોવણી સ્પષ્ટપણે નજરે પડે છે. યુરિયા બનાવવા માટે ઉપયોગી રસાયણ સરળતાથી ઉપલબ્ધ બને છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકોની સીધી સંડોવણી આતંકવાદીઓ સાથે હોઈ શકે છે જેથી ચિંતા વધી ગી છે. ઇરાન અને ઇરાક તેમજ સિરિયામાં આ પ્રકારના વાહનોનો ઉપયોગ કરીને વિતેલા વર્ષોમાં હુમલા કરવામાં આવ્યા હતા.

Related posts

દિગ્ગજો બે સીટથી પહેલા પણ ચૂંટણી લડતા રહ્યા છે

aapnugujarat

पीएम मोदी और डोभाल पर हमले की तैयारी कर रहा JeM और ISI : रिपोर्ट

aapnugujarat

Demi Lovato reveals that she has brain damage after drug overdose in 2018

aapnugujarat

Leave a Comment

UA-96247877-1