Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર પણ સુકો જવાની શક્યતા

ાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદના આ મોસમમાં પણ દેશના ઘણાં રાજ્યોમાં લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગયા મહિને વર્ષ ૧૯૦૧ પછી સૌથી ગરમ અને સૂકું તાપમાન નોંધવામાં આવ્યું હતું. જો કે સેપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. આ મહિનાની શરૂઆતથી જ ભારતના ઘણાં રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રી પાર કરી ગયું હતું. હવામાન નિષ્ણાંતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ વધી રહેલા તાપમાનને ક્લાઈમેટ ચેન્જનો વધતો પ્રકોપ માનવામાં આવી રહ્યો છે.
સેપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાંક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ૩થી ૫ ડિગ્રી વધુ નોંધવામાં આવ્યું હતું. ગઈકાલે રાજસ્થાનના ચુરુમાં અધિકતમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ, પિલાનીમાં ૩૯.૫ જયારે મધ્ય પ્રદેશના ખજુરાહોમાં ૩૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઘણાં રાજ્યો અને રાજસ્થાનના ઘણાં મહત્વપૂર્ણ શહેરોમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાયું હતું.
આઈએમડીના મહાનિદેશકના જણાવ્યા અનુસાર જો સેપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડે પણ છે તો પણ જૂનથી સેપ્ટેમ્બરના સત્ર દરમિયાન નોંધાયેલ સરેરાશ વરસાદ સિઝનના સામાન્ય વરસાદ કરતા ઓછો રહેવાનો અનુમાન છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, ગયા મહિને થયેલા ઓછા વરસાદ પાછળનું કારણ વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિનું નિર્માણ થવું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખીણની સમુદ્રી સપાટીના તાપમાનમાં અંતર હવે પોઝીટીવ થવાનો શરુ થઇ ગયો છે, જે અલ નીનોના પ્રભાવને ઉલટી શકે છે. પૂર્વ તરફ વધી રહેલા વાદળોની ગતિ અને ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં થઇ રહેલો વરસાદ ચોમાસાના પરત આવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલની વચ્ચે પ્રચારનું યુદ્ધ : આગામી વર્ષે કર્ણાટકમાં ટકરાશે

aapnugujarat

ઉત્તરાખંડમાં આભ ફાટ્યુંઃ બારે મેઘ ખાંગા થતાં અનેક મકાનો ધરાશાયી

aapnugujarat

अयोध्या में कारसेवकों पर फायरिंग के मामले में याचिका दाखिल

aapnugujarat
UA-96247877-1