Aapnu Gujarat
National

વાહન હંકારવાના મામલે જોખમી દેશોમાં ભારત ૪થા સ્થાને

વાહન હંકારવાના મામલામાં દુનિયાના કયા દેશો વધારે જોખમી છે તે જાણવા માટે એક આંતરરાષ્ટ્રિય સંસ્થા જુતોબી દ્વારા ૫૬ દેશોમાં સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના તારણ પ્રમાણે વાહન ચલાવવામાં જોખમી દેશોમાં નંબર વન પર દક્ષિણ આફ્રિકા છે. બીજા નંબરે થાઈલેન્ડ છે અને ત્રીજા ક્રમે અમેરિકા છે. જ્યારે ભારત ચોથા ક્રમે છે. જ્યારે સૌથી સુરક્ષિત રસ્તાઓ નોર્વેના છે. એ પછી જાપાનનો ક્રમ આવે છે અને ત્રીજા ક્રમે સ્વીડન છે.
સંસ્થાનુ કહેવુ છે કે, આ સર્વેમાં પાંચ પેરામીટરને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જેમાં દરેક એક લાખ વ્યક્તિએ વાહન અકસ્માતમાં થતા મોત, વાહનમાં બેઠેલા લોકોમાંથી સીટ બેલ્ટ પહેરનારા લોકોની ટકાવારી, દારુ પીવાના કારણે સર્જાતા અકસ્માતો જેવી બાબતોને ગણતરીમાં લેવામાં આવી હતી. જોકે સૌથી જોખમી દેશ તરીકે સાઉથ આફ્રિકાને પહેલો ક્રમ આપવાના સંસ્થાના દાવાને સાઉથ આફ્રિકાની એક સંસ્થાએ પડકાર ફેંક્યો છે. સંસ્થાનુ કહેવુ છે કે, આ યાદીમાં સાઉથ આફ્રિકાને સામેલ કરવુ યોગ્ય નથી. સાઉથ આફ્રિકામાં રસ્તા પર વાહન ચલાવવાના નિયમોમાં ઘણો બદલાવ કરાયો છે.જુતોબી સંસ્થાએ જે આંકડાનો સર્વે માટે ઉપયોગ કર્યો છે તે ઘણા જુના છે.

Related posts

છતીસગઢના રાયપુર માં ૧૦ દિવસનું લોકડાઉન

editor

મિલિંદ સોમન કોરોના સંક્રમિત

editor

ઉત્તરાખંડને નવા મુખ્યમંત્રી મળ્યા

editor

Leave a Comment

UA-96247877-1