Aapnu Gujarat
National

એમએનએમ પાર્ટી પ્રમુખ કમલ હસનની કાર પર હુમલો

તમિલનાડુમાં મક્કલ નિધિ મય્યમ પાર્ટી પ્રમુખ કમલ હસનની કાર પર કથિત રીતે એક વ્યક્તિએ હુમલો કરી દીધો. કમલ હસન એ વખતે એક ચૂંટણી સભાને સંબોધિત કરીને ચેન્નઈ પાછા આવી રહ્યા હતા. જો આ ઘટનામાં તેમને કોઈ પ્રકારની ઈજા થઈ નથી. સમાચાર અનુસાર જે વ્યક્તિએ કમલ હસનની કાર પર હુમલો કર્યો તેની મક્કલ નિધિ મય્યમ પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય લોકોએ પિટાઈ કરી દીધી અને બાદમાં તેને પોલિસના હવાલે કરી દીધો. હજુ આ મામલાનુ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યુ નથી. પોલિસ તરફથી આ ઘટના વિશે કોઈ નિવેદન સામે આવ્યુ નથી.
અભિનેતા-રાજનેતા કમલ હસન રાજ્યમાં ૬ એપ્રિલે યોજાનારા ચૂંટણી માટે એક જનસભાને સંબોધિત કરીને ચેન્નઈમાં એક હોટલ તરફ પોતાની કારથી જઈ રહ્યા હતા. આ દરમિયાન એક નવયુવકે તેમની કાર પર હુમલો કરી દીધો. પાર્ટીના એક નેતાએ આ અંગે માહિતી આપી. તેમણે કહ્યુ કે આ દૂર્ઘટનામાં કમલને કોઈ ઈજા થઈ નથી પરંતુ તેમની કારને થોડુ નુકશાન થયુ છે.
એમએનએમ પાર્ટીના નેતા અને પૂર્વ આઈપીએસ અધિકારી એજી મૌર્યાએ ટિ્‌વટ કરીને જણાવ્યુ કે, ’પાર્ટી પ્રમુખની કારની વિંડસ્ક્રીન તૂટી ગઈ છે અને જે વ્યક્તિએ હુમલો કર્યો હતો તેને પોલિસને સોંપી દેવામાં આવ્યો છે.’ તેમણે આગળ કહ્યુ કે પાર્ટી આવા તત્વોથી ડરવાની નથી. એ પણ જણાવવામાં આવી રહ્યુ છે કે હુમલાખોર હુમલો કરતી વખતે નશામાં હતો. પોલિસે હુમલાખોરને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે.

Related posts

મમતાએ બંગાળના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા

editor

કપરા સમયમાં સરકાર સતત રાજ્યોનો સહયોગ કરી રહી છે : પવાર

editor

‘RRR’ જુનિયર NTRનું વ્રત: ૨૧ દિવસ ઉધાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1