Aapnu Gujarat
NationalUncategorizedઆંતરરાષ્ટ્રીય સમાચારબિઝનેસમનોરંજન

‘RRR’ જુનિયર NTRનું વ્રત: ૨૧ દિવસ ઉધાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે

‘RRR’ સુપરડુપર હિટ જતાં જ ફિલ્મના હીરો જુનિયર NTRએ હનુમાન દીક્ષા લીધી છે. જુનિયર NTR ૨૧ દિવસ સુધી ઉધાડા પગે રહેશે. ભગવા કપડાં પહેરશે. ગળામાં માળા તથા માથા પર ચાંદલો કરશે. દિવસમાં બે વાર પૂજા કરશે. નોનવેજ, જંક ફૂડ ખાશે નહીં. માત્ર સાત્વિક ભોજન એક જ ટંક જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે. જુનિયર NTRએ જીવનમાં પહેલી જ વાર હનુમાન દીક્ષા લીધી છે.

હનુમાન દીક્ષા સામાન્ય રીતે આંધ્રપ્રદેશમાં લોકપ્રિય છે. હનુમાન દીક્ષા ૧૧, ૨૧ તથા ૪૧ દિવસની હોય છે. હનુમાન દીક્ષા ચૈત્રી પૂનમથી શરૂ થાય છે. આ ઉપરાંત કારતક તથા માગશર મહિનામાં પણ હનુમાન દીક્ષા લઈ શકાય છે.

હનુમાનજીના મંદિરે દર્શન માટે જઈએ ત્યારે માથે ઇરુમૂડી રાખવાની હોય છે, જેમાં ઘીથી ભરેલું નારિયેળ, પૂજા સામ્રગી અને ભોજન હોય છે. માથે લઈને મંદિરની પરિક્રમા કરવાની હોય છે.
રામચરણે અયપ્પા દીક્ષા લીધી

રામચરણે પણ અયપ્પા દીક્ષા લીધી છે. કેરળના સબરીમાલામાં ભગવાન અયપ્પાનાં દર્શન કરવા જતાં પહેલાં ૪૧ દિવસ સુધી કઠોર અનુષ્ઠાન કરવું પડે છે. આને મંડલમ કહેવામાં આવે છે. આ માટે ૪૧ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. વાદળી અથવા કાળાં કપડાં પહેરવાનાં હોય છે. ગળામાં તુલસીની માળા પહેરવાની હોય છે. માથામાં તિલક કરવાનું હોય છે. માત્ર એક ટાઇમ સાદું ભોજન જમવાનું હોય છે. આ દિવસોમાં નોનવેજ ખાઈ શકાતું નથી. સાંજે પૂજા કરવાની હોય છે. જમીન પર જ સૂવાનું હોય છે. રામચરણ ૨૦

વર્ષનો હતો ત્યારથી આ અનુષ્ઠાન કરે છે. આટલું જ નહીં રામચરણ વર્ષમાં બેવાર આ અનુષ્ઠાન પૂરી શ્રદ્ધા સાથે કરે છે.

Related posts

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહનઃ ભીમ એપને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવાની સરકારની તૈયારી

aapnugujarat

Helicopter crash lands on Manhattan building : 1 died

aapnugujarat

રાજકોટ સિવિલમાં મ્યુકોરમાયકોસીસની ૫૦૭ સર્જરી થઈ

editor

Leave a Comment

UA-96247877-1