Aapnu Gujarat
ગુજરાત

નેશનલ હાઈવે પર ટ્રેલરે ભયજનક ટર્ન લેતા એસટી બસ સાથે ટક્કર, ઘટના કેમેરામાં થઈ કેદ

અંકલેશ્વર નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક એસ.ટી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ભયજનક રીતે ટ્રેલરે ટર્ન લીધો હતો અને હાઈવે પર ફૂલઝડપે આવતી બસ સાથે ટકરાયું હતું. નવસારીથી એસ.ટી.બસ નંબર-જી.જે.૧૮.ઝેડ.૫૮૧૫ મુસાફરીને લઈને બસ ચાલક અંબાજી જઈ રહ્યો હતો.
તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ ચોકડી નજીક અંકલેશ્વર-સુરત ટ્રેક પરથી ઘસી આવેલા ટ્રેલર ચાલકે ખરોડ ચોકડી નજીક અચાનક યુ-ટર્ન લેતા એસ.ટી.બસ ટ્રેલર સાથે ધડાકાભેર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર ૪૮ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે અકસ્માતના બીજા દિવસે અકસ્માતના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે, જેમાં યુ-ટર્ન લઈ રહેલા ટ્રેલર સાથે બસ અથડાતાં હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Related posts

કડી રિક્ષાચાલકનું મહિલાઓની સુરક્ષાને લઈ નવું અભિયાન શરૂ કર્યું

aapnugujarat

થરામાં ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

૨૦૧૭ પછી કોંગ્રેસમાંથી એક પછી એક ૧૬ ધારાસભ્યોએ અલવિદા કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1