Aapnu Gujarat
ગુજરાત

વાસણ-ધાણધા રોડપર યુવક વિજડીપી પર ચઢી ગયો, માનસિક અસ્વસ્થ હોવાનું અનુમાન

પાલનપુર વાસણ-ધાણધા રોડ પર યુવક વિજડીપી પર ચઢી ગયો હતો. જેમાં તેને કરન્ટ લાગતાં તે ઝાટકાભેર નીચે પટકાઈ ગયો હતો. આ બનાવમાં તેને શરીરના અનેક અંગોમાં કરંટ ફેલાઈ જતા ભારે ઈજા પહોંચી હતી. યુવકને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડી દેવામાં આવ્યો છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે માનસિક રીતે અસ્વસ્થ છે. પાલનપુર જિલ્લા મથક પાલનપુરના વાસણ-ધાણધા રોડ પરથી વાસણ ગામના ૩૪ વર્ષીય યુવક સેંધો ઘરેથી કોઈ કામ અર્થે નીકળ્યાો હતો.
તે દરમિયાન વાસણ-ધાણધા રોડ પર ઉમરદશી બ્રિજ નજીક આવેલા વિજડીપી પર અચાનક જ આ યુવક ચઢવા લાગ્યો હતો. વિજડીપ પર ચઢી જતા તેને ઝટકાભેર કરંટ લાગી જતા તે નીચે પટકાઇ ગયો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિકોએ ૧૦૮ની મદદથી તાત્કાલિક પાલનપુર સિવિલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
પાલનપુર સિવિલમાં યુવકની સારવાર કરતા તબીબોએ પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી. જેમાં તેને શરીરના અનેક ભાગોમાં કરંટ લાગી જતા ભારે ઈજાઓ પહોંચી હતી. ત્યારપછી યુવકની હાલતને ધ્યાનમાં રાખીને તબીબોએ વધુ સારવાર હાથ ધરી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્તથતી પ્રાથમિક માહિતી અનુસાર આ યુવકની માનસિક હાલત સ્વસ્થ નથી જેના કારણે તે વિજડીપ પર ચઢી ગયો હતો.

Related posts

જૂનાગઢમાં 30 લાખના બે ચેક રિટર્ન કેસમાં આરોપીઓનો નિર્દોષ છોડી મુક્તિ કોર્ટ

aapnugujarat

રિવરફ્રન્ટ પર કેસર કેરી મહોત્સવ શરૂ

aapnugujarat

આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાં અંતર્ગત લાભાર્થી યુગલોને સહાયના ચેક અર્પણ

editor

Leave a Comment

UA-96247877-1