Aapnu Gujarat
ગુજરાત

રિવરફ્રન્ટ પર કેસર કેરી મહોત્સવ શરૂ

કેરીની સીઝન આવી ગઈ છે. કેરી એટલે ફળોનો રાજા. રસ, સ્વાદ અને મીઠાશનો ત્રિવેણી સંગમ એટલે કેરી. સ્વાદરસિયા અમદાવાદીઓને કાર્બાઈડ વિનાની કેરી સસ્તા દરે મળી રહે તે હેતુથી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા “કેસર કેરી મહોત્સવ ૨૦૧૮” નું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના નગરજનોને એક જ સ્થળેથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા પકવેલી અને કાર્બાઈડ વિનાની કેસર કેરીઓ વ્યાજબી ભાવે મળી રહે તે હેતુથી દર વર્ષની જેમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આજથી સાબરમતી રીવરફ્રન્ટ પર વલ્લભ સદનની પાછળના ભાગે આ કેસર કેરી મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે.
અહીંયા વેચાણની સાથે તમને વિવૈધ્યસભર કેસર કેરીઓ પણ જોવા મળશે. સૌથી મહત્વની વાત એ છે કે અહીંયાથી તમે કેરીની ખરીદી પણ કરી શકશો. આ કેરીઓ ગુજરાતના વિવિધ પ્રદેશના ખેડુતો દ્વારા પ્રાકૃતિક રીતે પકવવામાં આવેલી અને કાર્બાઈડ વગરની કેરીઓ હશે.
અમદાવાદ રીવરફ્રંટ ખાતે કેસર કેરી મહોત્સવ ૨૦૧૮ને આજથી ખુલ્લો મુકવામાં આવ્યો છે.
એક મહિના સુધી અહીંયાથી કેરીઓનું વેચાણ થશે અને સવારે ૯ વાગ્યાથી લઈને રાત્રીના ૮ વાગ્યા સુધી અહીંયાથી કેરીઓનું વેચાણ કરવામાં આવશે.

Related posts

મેંદરડા પંથકના તમામ ગૌશાળા મંડળ દ્વારા સરક્ષણ માટે ભવ્ય લોકડાયરાનું આયોજન

aapnugujarat

વઢવાણમાં હથિયારનું લાઈસન્સ ન આપ્યાની ફરિયાદથી પીએમ કાર્યાલયથી તપાસના આદેશ

editor

વિરમગામ તાલુકામાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા કામગીરી હાથ ધરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1