Aapnu Gujarat
બિઝનેસ

ફોર્ટિઝ હેલ્થકેરના અધિગ્રહણમાં હીરો-ડાબર ગ્રુપે બાજી મારી, બોર્ડે ઓફર સ્વીકારી

લાંબી ખેંચતાણ બાદ આખરે ફોર્ટિઝ હેલ્થકેરે હીરો એન્ટરપ્રાઈઝના સુનીલકાંત મુંંજાલ અને બર્મન પરિવાર દ્વારા અધિગ્રહણ માટે કરવામાં આવેલી સંયુક્ત દરખાસ્તનો સ્વીકાર કરી લીધો છે. ફોર્ટિઝ હેલ્થકેરના અધિગ્રહણ માટે લાંબા સમયથી ઘણી કંપનીઓ કોશિશ કરી રહી છે જેમાં ટીપીજીના સાથ માટે મણિપાલ હોસ્પિટલ્સ, આઈએચએચ હેલ્થકેર અને રેડિએન્ટ લાઈફ કેર કેકેઆરમાં સમાવિષ્ટ છે.કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડે દરેક ઓફરની લાભહાનિનું આંકલન કર્યા બાદ હીરો એન્ટરપ્રાઈઝ ઈન્વેસમેન્ટ અને બર્મન ફેમિલીની ઓફરને બહુમતથી સ્વીકાર કરવા માટેની ભલામણ કરી છે. આને મંજૂરી માટે શેરધારકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.આ નિર્ણય ગુરૂવારના રોજ મોડીરાત્રે લેવામાં આવ્યો. કંપનીએ જણાવ્યું કે તમામ પ્રસ્તાવો પર વિચાર કરવા માટે એડવાઈઝરી કમીટીની રચના કરવામાં આવી હતી. આ કમીટી દ્વારા પ્રાપ્ત ભલામણો પર ચર્ચા માટે થયેલી મેરાથોન બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.હીરો એન્ટરપ્રાઈઝ અને ડાબર ગ્રુપના બર્મન પરિવારે ફોર્ટિઝ હેલ્થકેરમાં ઈક્વિટી અને વોરંટમાં પ્રિફરેંશિયલ એલોટમેન્ટ દ્વારા પ્રત્યક્ષ રૂપથી ૧૮૦૦ કરોડ રૂપીયાનું રોકાણ કરવાની ઓફર આપી છે. પરંતુ શરત એ છે કે તમામ વોરંટ શેરમાં પરીવર્તીત કરી દેવામાં આવશે. આ પ્રકારે આ લોકો સંયુક્ત રૂપે ફોર્ટિઝ હેલ્થકેરમાં ૧૬.૮૦ ટકા સ્ટોક લેશે.

Related posts

बाबा रामदेव को झटका, पतंजलि की बिक्री 10 प्रतिशत गिरी

aapnugujarat

નોટબંધી બાદ દેશનો જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકાની સૌથી ઉંચી સપાટીએ

aapnugujarat

५% आर्थिक विकास दर बुरी नहीं : कृष्णमूर्ति सुब्रमण्यन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1