Aapnu Gujarat
ગુજરાત

થરામાં ગંદકીનું સામ્રાજ્ય

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક થરા તેમજ અન્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડે તો નવાઇ નહીં કારણ કે અહીં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવાઇ રહ્યા છે. ગંદકીના કારણે ડેન્ગ્યુ કે અન્ય મોટી બિમારીઓ થવાનો લોકોને પણ ભય રહે છે. એક બાજુ સરકાર દ્વારા ચાલી રહેલું ‘‘સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત’’ મિશન ગ્રામ્ય તેમજ અમુક શહેરી વિસ્તારોમાં લાગે અમલમાં મુકાયું નથી કે શું તંત્ર દ્વારા કોઇ કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી. મોટા શહેરોમાં સફાઇ તો રાખવામાં આવે છે પણ નાના શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં કેમ સ્વચ્છતા રાખવામાં આવતી નથી. થરામાં મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળે છે. થરામાં જોવા જઈએ તો રૂણી રોડ, ચોર્યાસી વિસ્તાર જેવા અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. થરા નગરપાલિકા દ્વારા સફાઇ વેરો તો લેવામાં આવે છે પણ પુરતી સફાઈ કેમ કરવામાં આવતી નથી.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી,બનાસકાંઠા)

Related posts

ગોધરાની ગોવિંદગુરૂ યુનિવર્સિટી ખાતે વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ

editor

પાક.માં અસલી નેતા આવશે તો ભારતને પાઠ ભણાવીશુંઃ મસૂદ અઝહર

aapnugujarat

બહેનોને વધુ ટિકિટ મળે તેવું મોદીજી વિચારણા કરી રહ્યા છે : C.R.PATIL

aapnugujarat

Leave a Comment

UA-96247877-1