Aapnu Gujarat
ગુજરાત

કડી રિક્ષાચાલકનું મહિલાઓની સુરક્ષાને લઈ નવું અભિયાન શરૂ કર્યું

મહિલાઓને રાત્રે વાહન ન મળે તો આ રીક્ષાચાલક પહોંચાડશે સુરક્ષિત ઘરે દેશભરમાં મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠી રહ્યાં છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં એક સેવા ભાવી રીક્ષાચાલક દ્વારા મહિલાઓની સુરક્ષા માટે એક પહેલ શરું કરવામાં આવી છે. કડી વિસ્તારની કોઈ મહિલાને રાત્રે અસુરક્ષા અનુભવાય અને આવન-જાવન માટે કોઈ સુવિધા ન હોય તો મહિલા આ રીક્ષાચાલકને ફોન કરીને મદદ માંગી શકે છે.
કડી શહેરમાં રાઠોડ ધર્મેન્દ્રસિંહ નામના રીક્ષા ચાલક દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈ એક નવી શરુઆત કરવામાં આવી છે. રાત્રીના ૯ વાગ્યા બાદ કડી શહેરની કોઈ મહિલાનું વાહન બગડે કે ઘરે જવા માટે કોઈ વાહન ન મળે તો તે મહિલા ધર્મેન્દ્રસિંહને ફોન કરી મદદ માંગી શકે છે. ધર્મેન્દ્રસિંહને ફોન કરતા તેઓ ત્યાં પહોંચીને મહિલા કે યુવતીને તેના ઘર સુધી સુરક્ષિત પહોંચાડશે તેવું ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું. મો :-૮૪૦૧૭૩૨૦૮૮.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવાર, કડી)

Related posts

નાગરિકતા બિલના સમર્થનમાં દિયોદરના હિંદુ સંગઠનોએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું

aapnugujarat

જાતિવાદ, કોમવાદ ફેલાવવા કોંગ્રેસના તમામ પ્રયાસ જારી : વિડીયો કોલ દ્વારા ૭૫૦૦ બહેનો સાથે મોદીએ સંવાદ યોજ્યો

aapnugujarat

ગાંધીનગર મનપાની ચુંટણી માટે જાહેરસભા નહીં યોજે ભાજપ

editor

Leave a Comment

UA-96247877-1