Aapnu Gujarat
શિક્ષણ

ઉન્નતિ સ્કૂલ દ્વારા હીરક જ્યંતિની ઉજવણી કરાઈ

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ ઉન્નતિ સ્કૂલની હીરક જ્યંતિ પ્રસંગે સ્કૂલના ડાયરેક્ટર વીણાબેન શાહ, મેનેજીંગ ટ્રસ્ટી મયુરભાઈ શાહ, આચાર્ય મિરાજ શાહ સહિત સ્કૂલનાં વર્તમાન, રિટાયર્ડ શિક્ષકો અને નવા જૂના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં રિટાયર્ડ શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સ્કૂલની બાળાઓએ સુંદર પ્રાર્થના સંભળાવીને કરી હતી. ડાયરેક્ટર વીણાબેન શાહે સ્કૂલ શરૂ કર્યાથી અત્યાર સુધીની સફર વિશે તેમણે ઉપસ્થિત લોકોને જણાવી હતી. મેનેજીંગ ટ્રસ્ટી મયુરભાઈ શાહે સ્કૂલની ૬૦ વર્ષની સફર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની મિત્રો સાથે જૂના સંસ્મરણો વાગોળી પોતાની જૂની યાદો તાજા કરી હતી. આચાર્ય મિરાજ શાહે સ્કૂલનાં વિદ્યાર્થીઓને આવનારા સમયમાં શિક્ષણનું શું મહત્વ છે તેની વિશેષ માહિતી આપી હતી.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

ગુણોત્સવ-૧માં એ  ગ્રેડની શાળાઓ ૫ થી વધી ૨૧૧૪  એ-ગ્રેડની શાળાઓ ૨૬૫થી વધી ૧૭૬૩૫ અને બી-ગ્રેડની શાળાઓ ૩૮૨૩થી વધી ૧૨,૫૨૭ નોંધાઈ

aapnugujarat

कक्षा १२ सामान्य प्रवाह : अहमदाबाद शहर का ६५.७२ और ग्रामीण का ६१.२१ प्रतिशत रिजल्ट

aapnugujarat

૪૦૦ વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં ભણવા મજબૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1