Aapnu Gujarat
ગુજરાત

૨૦૧૭ પછી કોંગ્રેસમાંથી એક પછી એક ૧૬ ધારાસભ્યોએ અલવિદા કર્યું

ખેડબ્રહ્માના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જાેડાશે. ભાજપમાં જાેડાતા પહેલા કોટવાલે કોંગ્રેસમાંથી અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું. છે. કમલમ ખાતે વિધિવત રીતે કેસરિયા કરશે. તો કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અનિલ જાેષિયારાના પુત્ર કેવલ જાેષિયારા પણ ટૂંક સમયમાં ભાજપમાં જાેડાશે. ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારા ધારાસભ્યોનું લિસ્ટ લાંબુ થઈ રહ્યુ છે. એક પછી કોંગ્રેસીઓ કેસરિયા કરી રહ્યાં છે. કોંગ્રેસને ૨૦૨૨ ની ચૂંટણી પહેલા જ મોટો ફટકો પડી રહ્યો છે.
અશ્વિન કોટવાલના રાજીનામા સાથે વિધાનસભામાં હવે ૧૭૮ ધારાસભ્યો થયા છે. કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને ૬૩ પહોંચી ગયુ છે. તો ભાજપનું સંખ્યાબળ ૧૧૧ થયુ છે. વિધાનસભાના આંકડા પર નજર કરીએ તો, ભાજપના ૧૧૧, કોંગ્રેસના ૬૩, બીટીપી ના ૨ ધારાસભ્યો, અપક્ષ ૧ ધારાસભ્ય, એનસીપી ૧ ધારાસભ્ય છે. આ ઉપરાંત વિધાનસભાની ૪ બેઠકો ખાલી છે. જેમાં ખેડબ્રહ્મા, ભિલોડા, ઊંઝા, દ્વારકાનો સમાવેશ થાય છે.
૨૦૧૭ બાદ કોંગ્રેસ છોડનારા ધારાસભ્યોમાં કુંવરજી બાવળીયા – જસદણ,જવાહર ચાવડા – માણાવદર ,અલ્પેશ ઠાકોર – રાધનપુર ,ધવલસિંહ ઝાલા – બાયડ ,પુરુષોત્તમ સાબરીયા – ધ્રાંગધ્રા,જે વી કાંકડિયા – ધારી,સોમાભાઇ ગાંડા – લીંબડી ,પ્રવિણભાઇ મારુ – ગઢડા,પદ્મનસિંહ જાડેજા – અબડાસા ,મંગળ ગામીત – ડાંગ,બિજેશ મેરજા – મોરબી,જીતુ ચૌધરી – કપરાડા,અક્ષય પટેલ – કરજણ,આશાબહેન પટેલ – ઊંઝા,વલ્લભાઇ ધારિયા – જામનગર ગ્રામ્ય,અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્માનો સમાવેશ થાય છે.

Related posts

આણંદ લોકસભા બેઠક ધર્મજ બુથ નં-૮ પર ઉંચુ મતદાન થયું

aapnugujarat

Gujarat police celebrated Yoga day at its HQ in Shahibaugh

aapnugujarat

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1