Aapnu Gujarat
Uncategorized

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં શ્રી નાનાલાલભાઈ વાનાણીની સ્મૃતિમાં નેત્ર યજ્ઞ યોજાયો

ભાવનગર શહેરની બહુજ જાણીતી શિશુવિહાર સંસ્થામાં ૧૯૬૮થી પ્રભુકૃપા નેત્ર યજ્ઞ થાય છે અને દર્દી દેવોભવઃની ભાવનાથી શિક્ષણ સાથે સેવા જોડાઈ છે. આ પ્રયોગ શ્રી માનભાઈ ભટ્ટે શરૂ કર્યો હતો. અત્યાર સુધીમાં ૩૯૪ નેત્ર યજ્ઞ થયા, દોઢ લાખ કરતા વધુ દર્દીઓની આંખ તપાસવામાં આવી અને ૧૯૨૫૨ દર્દીઓની વિના મૂલ્યે સર્જરી કરવામાં આવી. ભાવનગર જેવા શહેરમાં પણ ૨૮ – ૩૦ હજાર રૂપિયા જેવા ભાવે સર્જરી કરવાના ચાલે છે. એક આંખનો બીજા મોટા શહેરમાં ૭૧ થી ૮૦ હજાર જેવા ભાવ હો. યછે.
શિશુ વિહાર આ સંખ્યામાં ગરીબ માણસોને વિના મૂલ્યે કામ કરી દીધું છે. અગાઉના વર્ષોમાં શિશુ વિહારમાં ૮ દિવસની શિબિરો પણ થતી. શિબિરમાં વિના મૂલ્યે ખાવા પીવાની સેવાઓ કરવામાં આવતી હતી અને ખાસ આ સેવાઓ વિદ્યાર્થીઓ કરતાં જે વિદ્યાર્થીઓને શીખવા મળતા પછી ગુજરાત સરકારના નવા નિયમ પ્રમાણે આ સર્જીકલ થિયેટર હોય જ્યાં રજિસ્ટ્રર થિયેટર હોય ત્યાં કામ કરવાનું હોય છે.
દર્દીઓ આવે ત્યારે સવારા ચા નાસ્તો આપીએ છીએ પછી એનું ચૅકઅપ થાય છે. વિરનગરથી ડૉક્ટરો આવે અને શિવાનંદ આઈ હોસ્પિટલ છે તે ગુજરાતમાં આઈ સ્પેશ્યલ હોસ્પિટલ છે. રોજ ૧૫૦ – ૨૦૦ આંખના ઓપરેશનો થાય છે.
દરેક દર્દીઓને શિવાનંદ આઈ હોસ્પિટલમાં સ્પેશ્યલ બસમાં લઈ જઈએ ત્યાં તેની ત્રણ દિવસ તમામ પ્રકારની સારવાર થાય, ખાવા પીવાનું વિના મૂલ્યે આપવામાં આવે. ઓપરેશન થયા બાદ દર્દીઓને સ્પેશ્યલ બસમાં પાછા લાવાવમાં આવા આ પ્રકારે દર મહિને શિશુ વિહારમાં કેમ્પ થાય છે અને ખૂબજ સરસ રીતે માનભાઈ ભટ્ટની પ્રેરણાથી આ કામ થાય છે. દાતાઓ પણ આ કેમ્પમાં સહાય આપે છે.
સૌથી આશ્ચર્યજનક વાત એ જ છે કે ૧૯૬૮થી આજ સુધીમાં ૧૯૦૦૦ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે. એકપણ આંખ કોઈપણ દર્દીની બગડી હોય તેવું થયું નથી. આજ વસ્તુ સાચી છે અને સેવાભાવ બતાવે છે. ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં લોકપયોગી નાનકભાઈ ભટ્ટ દ્વારા હાલમાં ચાલી રહ્યાં છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

વેરાવળમાં દુષિત પાણી વિતરણથી રોગચાળો ફાટી નિકળવાની ભિતી

aapnugujarat

વિદેશી દારૂની હેરાફેરી કરતો પોલીસકર્મી પરિવાર સાથે ઝડપાયો

editor

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ૪૫૦૦ ધાબળાનું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1