Aapnu Gujarat
Uncategorized

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ૪૫૦૦ ધાબળાનું વિતરણ

પરોપકાર વર્ષ નિમિતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની પ્રેરણાથી સામાન્ય અને સાધર્મિક પરિવારોને ધાબળા વિતરણ કરવામાં આવ્યાં. આ ભાવનાને ધ્યાનમાં રાખી અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગરના મેમ્બરો દ્વારા ૨૦/૧૨/૨૦ના રોજ વધુ ૩૫૦૦ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. પાર્શ્વભક્તિ ગ્રુપની મદદથી ભાવનગરની આજુબાજુના ૭૦ ગામડાંના સાધર્મિક ૧૨૫૦ વ્યક્તિઓને, સર્ટી હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીના સંબધીઓને, કોરના વોર્ડના સ્ટાફને અને ડાયાલિસી દર્દીના સંબધીઓ એમ કુલ ૨૦૦, પાલિતાણા મંદબુદ્ધિ આશ્રમમાં ૧૧૫, ગારીયાધાર મંદ બુદ્ધિ આશ્રમમાં ૨૫, સમઢીયાળા મંદબુદ્ધિ આશ્રમમાં ૭૦, વલભીપુરમાં સાધર્મિકને ૧૦૦, મામા ના ઓટલે હનુમાન ડેરી પાસે ૧૦૦, ફુલસર ઝુંપડપટ્ટીના સાધર્મિકોને ૨૦૦, ભાવનગર શહેર ફરતી સડક, તેલઘાણી કેન્દ્ર, ડોન ચોકમાં રસ્તો બનાવતા મજૂરો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ વગેરે જગ્યાએ રાત્રે સૂતા હોય તેને ઓઢાડીયા ૨૭૦, દેરાસરો, ભોજન શાળા, આબેલ શાળા, ઉપાશ્રયોના સ્ટાફને ૨૭૦ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ વહેલી સવારે ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ફૂટપાથ પર સુતેલા વ્યક્તિઓને ધાબળા ઓઢાડ્યા તેમજ અલંગ શિપ બ્રેકીંગમાં કામ કરતા મજૂરોને ૧૦૦૦ ધાબળા વિતરણ કરવાનું છે. અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ટોટલ ૪૫૦૦ નંગ ધાબળાનું વિતરણ કરવામાં આવેલ છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

WTO ने 2019 के लिए वैश्विक व्यापार वृद्धि अनुमान को कम कर 1.2% किया

aapnugujarat

જેતપુર નજીક જૂનાગઢ રોડ પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો

editor

પ્રાથમિક સુવિધાનાં મામલે સુરેન્દ્રનગર બંધને મજબૂત પ્રતિસાદ : કલેક્ટરને આવેદનપત્ર અપાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1