Aapnu Gujarat
બિઝનેસ

SBI એ ગ્રાહકોને ચેતવ્યા

દેશની સૈથી મોટી સરકારી બેંક એસબીઆઇ એ પોતાના ગ્રાહકો માટે એક ટિ્‌વટ કર્યું છે. બેંકે ટિ્‌વટ દ્વારા તમામ ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યું છે કે, મહેરબાની કરી અપ્રમાણિક લિંક પર ક્લિક ન કરો. એસબીઆઇ કે કોઈ અન્ય બેંકનું પ્રતિરૂપણ કરનાર એકમને તમારી માહિતી ન આપો. છેતરપિંડી કરનાર ખોટી એપથી સાવધાન રહો. તે છેતરપિંડીનો પ્રયાસ કરી રહી છે.
જણાવી દઈએ કે, તાત્કાલિક લોન એપ દ્વારા ૨ મિનિટમાં હજારો રૂપિયાની લોન વગર કોઈ દસ્તાવેજે આપવામાં આવી રહી છે. આ રીતે લોભામણા દાવાઓને જોઈને હજારો લોકો ઈન્સ્ટન્ટ લોન એપના ચક્કરમાં ફસાઈ ગયા છે. આ એપ ૩૫ % વ્યાજ દર પર લોન આપી રહી છે. પ્રોસેસિંગના નામે આ મોટી રકમ વસૂલે છે. લોન ચૂકવણીમાં શર્તોને કારણે માત્ર થોડા દિવસોમાં લેનદારી અનેક ગણી વધારી દે છે. અને પછી શરૂ થાય છે રિકવરી એજન્ટ તરફથી અપશબ્દો અને ધમકીઓનો સિલસિલો.બેંકે ટિ્‌વટમાં કહ્યું કે, મહેરબાની કરી અનધિકૃત લિંક પર ક્લિક ન કરો.
એસબીઆઇ કે અન્ય કોઈ બેંકના રૂપમાં દેખાતા એકમને પોતાની ખાનગી માહિતી ન આપો. બેંકે ઈન્સ્ટન્ટ લોનમાં ન ફસાવવા માટે જણાવી આ ટીપ્સ.
લોન લેતા પહેલા ઓફરના નિયમો અને શર્તો તપાસો.
સંદેહાસ્પદ લિંક પર ક્લિક ન કરો.
ડાઉનલોડ કરતા પહેલા એપની પ્રામાણિકતા તપાસો.
ઓફરના નિયમો અને શર્તો તપાસો.
બેંકે કહ્યું કે, આજકાલ ઘણા લોકો જીએસબીઆઇના નામે લોકોને ફોન કરી તેમની ખાનગી માહિતી મેળવતા હોય છે. જો તમને પણ ફોન આવે તો સાવધાન થઈ જાવ અને પોતાની કોઈ પણ જાણકારી શેર ન કરો. જો તમે આવું નહીં કરો તો તમારું બેંક અકાઉન્ટ ખાલી થઈ જશે.

Related posts

મંદી પર બ્રેક : સેંસેક્સમાં ૭૪ પોઇન્ટની રિકવરી

aapnugujarat

આરબીઆઈએ કંપનીઓ પાસે વિદેશી રોકાણની જાણકારી માંગી

aapnugujarat

કર્ણાટક ઘટનાક્રમની બજાર ઉપર અસર : સેંસેક્સમાં ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1