અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડને શપથવિધિ પછી કરેલા પ્રવચનમાં ચીન સાથેના મૈત્રી કે વ્યાપારી સંબંધો વિશે કશું સ્પષ્ટ નહીં કર્યાથી ચીનના શાસકો ટેન્શનમાં હોવાના અહેવાલ હતા.ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે પ્રગટ કરેલા અહેવાલ મુજબ બાઇડનના આગમનથી અમેરિકાના ચીન સાથેના સંબંધોમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી એવું ચીનના નેતાઓ માનતા હતા. બાઇડન તંત્ર પાસે વધુ પડતા સહકારની આશા ચીન રાખી શકે નહીં એવું ચીનના રાજકીય સમીક્ષકો માનતા હતા.ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ ચીની નિષ્ણાતો બાઇડન વહીવટી તંત્ર તરફ સાવધાનીથી નિહાળી રહ્યા હતા. આ લોકો માનતા હતા કે બાઇડન તંત્ર ચીન સાથેના વ્યાપાર વાણિજ્ય અને બીજી બાબતોમાં કડક વલણ રાખે એવી શક્યતા નકારી કઢાતી નહોતી. જો કે વ્યાપાર વાણિજ્યની બાબતમાં ટ્રમ્પની પહેલાં જે અમેરિકી નીતિ હતી એવો નજીવો ફેરફાર કદાચ જોવા મળે ખરો.અમેરિકાના નવા ટ્રેઝરી સેક્રેટરી (નાણાં પ્રધાન ) જેનેટ યેલેને કહ્યું હતું કે અમેરિકી અર્થવ્યવસ્થાને નબળી પાડનારી ‘ચીનની અપમાનજક, અયોગ્ય અને ગેરકાયદે નીતિઓ’ સામે અમેરિકા તમામ વિકલ્પો ખુલ્લા રાખશે. અમેરિકી કંપનીઓને નુકસાન થાય એ રીતે ચીન ગેરકાયદે સબસીડી, ઉત્પાદોનું ડમ્પીંગ, બૌદ્ધિક સંપદાની ચોરી અને અમેરિકી માલસામાનના વેપાર વ્યવસાયમાં અવરોધો નાખી રહ્યું હતું. આવી નીતિ અમેરિકા ચલાવી નહીં લે.અમેરિકાના નવા સંરક્ષણ પ્રધાન લૉય્ડ ઑસ્ટિને કહ્યું કે ચીન પહેલેથી વિશ્વ વિજેતા બનવાની મુરાદો સેવી રહ્યું હતું. વિવિધ ક્ષેત્રમાં અમેરિકા સાથે ચીન સ્પર્ધા કરી રહ્યું હતું અને ચીનના આવા પ્રયાસો નિષ્ફળ કરવા માટે અમેરિકા અને એના મિત્ર દેશોએ સાથે મળીને પગલાં લેવાં પડશે.ઑસ્ટિને વધુમાં કહ્યું કે અમે ચીન કે પચી બીજા કોઇ પણ આક્રમક દેશનો સબળ પ્રતિરોધ કરવા તત્પર રહીશું. અમે એમને બતાવી આપશું કે આક્રમકતા યોગ્ય નથી. હાલના સમયમાં ચીન એક સચોટ ખતરારૂપ છે. એમ તો રશિયા પણ આક્રમક છે પરંતુ ચીનનું હાલનું વલણ વધુ જોખમી હતું
જો બાઇડનના ઉદ્ગારોથી ચીન ટેન્શનમાં
Font Size