Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આરબીઆઈએ કંપનીઓ પાસે વિદેશી રોકાણની જાણકારી માંગી

ઘણી કંપનિઓ તેમના વિદેશી રોકાણને લઈને રિઝર્વ બેંક ઓફ ઈંડિયાની પૂછતાછથી હલી ગઈ છે. આ રોકાણ છેલ્લા ઘણા વર્ષ દરમિયાન આ કંપનીઓમાં થયા છે. કંપનિઓને રોકાણની જાણકારી આપવી પડશે. ત્યારે જો ખોટી માહિતી કોઈ કંપની દ્વારા આપવામાં આવી તો તે કંપનીને તેનું ગંભિર પરિણામ પણ ભોગવવું પડી શકે છે. આરબીઆઈએ આના માટે કંપનિઓને ડિટેલ ફોર્મેટ આપ્યું છે. આ અનુસાર કંપનીના મોટા અધિકારીને સાઈન કરેલા ડિક્લેરેશન આપવા પડશે, જેમાં લખેલું હશે કે અત્યારસુધી જે વિદેશી રોકાણ મળ્યું છે અને જેની જાણકારી આપવામાં આવી છે તેનો ઉપયોગ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ ૨૦૦૨ અનુસાર કરવામાં આવ્યું છે.
મોટાભાગની કંપનીઓ આ માહિતી આપવા નથી માંગતી. હકીકતમાં ઘણી કંપનિઓએ વિદેશી રોકાણની લીમીટ અથવા વિદેશી કરંસી સંબંધિત નિયમો અને લીમીટથી બચવાની એક રિત અપનાવી હતી. આ કંપનીઓ નથી ઈચ્છતી કે નવા રિપોર્ટિંગ સિસ્ટમના કારણે તેમની કોઈપણ માહિતી સામે આવે.
કંપનીઓને ૨૨ જુલાઈ સુધી તમામ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ઈન્વેસમેન્ટના શરૂઆતી ડેટા આપવાના છે. કંપનીઓ માટે આમ પણ ઈનડાયરેક્ટ ઈન્વેસમેન્ટ પર નજર રાખવી મુશ્કેલ હોય છે. વિદેશી રોકાણ પ્રાપ્ત કરનારી કંપનીઓ અથવા લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપને એ પણ જણાવવું પડશે કે ફેમાના ઉલ્લંઘનને લઈને તેની તપાસ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, સીબીઆઈ અથવા અન્ય કોઈ એજન્સી તો નથી કરી રહી ને?

Related posts

પ્રિયંકા મહેનત કરી રહી છે,પાર્ટી કહેશે તેમ કરશે : રોબર્ટ વાડ્રા

aapnugujarat

શુજાતને મારી નાંખવાનો હુકમ હાફીઝ સઇદ દ્વારા અપાયો

aapnugujarat

राहुल गांधी से मुक्ति पाए बिना कांग्रेस देश की संवेदनाओं से नहीं जुड़ पाएगी : सुशील मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1