Aapnu Gujarat
બિઝનેસ

બાય વન ગેટ વન પર જીએસટી લાગે તેવી વકી

કન્ઝ્યુમર ગુડ્‌સ પર સેલ દરમિયાન ‘બાય વન ગેટ વન ફ્રી’ અથવા તો ૩૦ થી ૫૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર કરવામાં આવતી હોય છે. સરકાર આ ઓફર ઉપર પણ જીએસટી લગાવવાની ગંભીરતાથી વિચારણા કરી રહી છે. નાણાં વિભાગ આવી ઓફર મૂકતી કંપનીઓ સાથે મળીને ટેક્સના આ પ્રસ્તાવની ચર્ચા કરી શકે છે. નોંધનીય છે કે ઓફર આપતી કંપનીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ-આઇટીસી ક્લેમ કરે છે. સરકાર હવે આ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતી કંપનીઓ પાસેથી જીએસટી વસૂલવા ઉપર ગંભીરતાથી વિચારી રહી છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધા બાદ જીએસટી નહીં મળવાના કારણે સરકારને આવકમાં મોટી નુકસાની થાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ સીજીએસટી એક્ટના સેક્શન-૧૭-૫-એચમાં ફ્રી સેમ્પલ, ગિફ્ટ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ-આઇટીસી નહીં આપવાની જોગવાઇ છે. સરકાર આ બાબતે કંપનીઓ સાથે ચર્ચા કરી દરખાસ્ત તૈયાર કરશે. ત્યાર બાદ નોટિફિકેશન જાહેર થશે. આ પ્રસ્તાવ લાગુ થયા બાદ કંપનીઓ જીએસટી ચૂકવશે અથવા તો ગ્રાહક પાસેથી વસૂલશે. નોંધનીય છે કે સરકાર માસિક જીએસટીની આવક એક લાખથી ઉપર થાય તે દિશામાં પ્રયત્નો કરી રહી છે.

Related posts

અમેરિકા-ચીન બાદ ભારતમાં સૌથી વધારે વિમાની યાત્રીઓ

aapnugujarat

ભારતીય અમીરોની સંપત્તિ દરરોજ ૨૨૦૦ કરોડ વધી

aapnugujarat

सोने की घरेलू और वैश्विक वायदा कीमतों में गिरावट

editor

Leave a Comment

UA-96247877-1